એક વખત લાંચ લેતા પકડાયેલા ના. મામલતદારે બીજી વખત માંગણી કરી

0
423

જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકા મથકે મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજવતા મજીદ કાસમભાઈ બલોચે એક આસામી પાસેથી તા.૬/૧/૨૦૧૮ના રોજ જન્મ પ્રમાણપત્રની ખરાઈ કરાવવાની કામગીરી પેટે રૂપિયા પાંચ હજારની માંગણી કરી હતી. જેની સામે રકજકના અંતે રૂપિયા ૧૫૦૦ આપવાનું નક્કી થયું હતું અને રૂપિયા એક હજારની લાંચ આ સરકારી બાબુએ સ્વીકારી લીધી હતી. ત્યારબાદ આ લાંચ અંગેના ઓડિયો અને વિડીઓ તરીકેના પુરાવા એસીબી શાખાને આપ્યા હતા. જેને લઈને એસીબીએ તપાસ કરતા પ્રાથમિક તબ્બકે આરોપીએ લાંચ લીધી હોવાનું સાબિત થયું હતું. જેથી બે વર્ષ બાદ દ્વારકા એસીબીના ઇન્ચાર્જ પીઆઈ એ ડી પરમારે આરોપી નાયબ મામલતદાર બલોચ સામે લાંચની માંગણી અંગેનો ગુનો દાખલ કર્યો છે. આ સમગ્ર પ્રકરણની તપાસ રાજકોટ એસીબી પીઆઈ એમ એમ સરવૈયાને સોંપવામાં આવી છે.  
ઉલ્લેખનીય છે કે મજીદભાઇ કાસમભાઈ બ્લોચ અગાઉ તા.20/03/2010 ના રોજ ફરીયાદીને સોલવન્સી સર્ટીફીકેટ કાઢી આપવા માટે રૂ.8000ની લાંચ લેવા અંગે પકડાયા હતા. જે તે સમયે એસીબીમાં ગુનો દાખલ થયા બાદ વધુ આજે વધુ એક ડિમાન્ડ કેસ નોંધાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here