જામનગર: મહાનગરપાલિકાની ચૂંટણી ચકરાવો શરુ થતા જ તોડજોડની રાજનીતિ શરુ થઇ છે….એમાય જામનગરમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે હોડ લાગી હોય તેમ….એકબીજાના કાર્યકરો-નેતાઓને પોતાના પક્ષમાં લેવાની કવાયત શરુ થઇ છે….પ્રથમ કોંગ્રેસે ભાજપમાં ભળી ગયેલ મહિલા કોર્પોરેટરની વિકેટ ખેરવ્યા બાદ ભાજપે પણ વળતો પ્રહાર કરી કોંગ્રેસના પૂર્વ નગરસેવિકાને કેશરીયા કરાવ્યા હતા.
બીજી તરફ ચૂંટણી જાહેર થયા બાદ ભાજપના સિનિયર નેતા કરશન કરમુર સહિતનાઓએ આપ અને અન્ય પાર્ટીઓ જોઈન્ટ કરી લીધી છે.
તોડજોડની રાજનીતિ ભાજપાએ કોંગ્રેસના ત્રણ પૂર્વ નગરસેવકોની વિકેટ પાડી દીધી હતી તે ફોક સાબિત થઈ છે.પૂર્વ ડેપ્યુટી મેયર સુરેશ આલારીયા, પૂર્વે નગરસેવિકાઓ નિર્મલાબેન કામોઠી અને ભારતીબેન જડીયાએ દસ દિવસ પૂર્વે કોગ્રેસનો પંજો છોડી કેશરીયા કરી લીધા હતા. ભાજપમાં આવેલ ત્રણેય કોંગ્રેસી કાર્યકરોને કોઈ પણ બાહેંધરી વગર પક્ષમાં જોડ્યા હોવાનો પક્ષે દાવો કર્યો છે. આવી મોસમ વચ્ચે હજુ માત્ર દસ દિવસ થયા ત્યાં જ ભાજપમાં જોડાયેલ નિર્મલાબેન કામોઠી આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. આજે કોંગ્રેસે પોતાને મેન્ડેડ આપતા નિર્મલાબેનનો કેશર્યો પ્રેમ તુરત ઓસરી ગયો છે અને કોંગ્રેસ જોઈન્ટ કરી ફરી કોંગ્રેસમાં દાવેદારી નોંધાવી આગામી ચૂંટણી કોંગ્રેસના બેનર પર લડશે.