રણચંડી : ટીકીટ કપાણીને મહિલા ભાજપી નેતા પર વિફરી, ‘હું તમારા ઘરે આત્મહત્યા કરવા આવું છું અને નામ તમારું લખીશ,

0
540

જામનગર : છ મહાનગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયાનો પ્રથમ તબ્બકો ગઈ કાલે પૂર્ણ થયો, પ્રથમ તબક્કે ફોર્મ વિધિ સંપન થઇ, પરંતુ તમામ મહાપાલિકાઓમાં ટીકીટને લઈને બંને પક્ષના કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો, એમાય જે કાર્યકર્તાઓની ટીકીટ કાપી નાખવામાં આવી છે તેઓ તો જાહેરમાં આવી વિરોધ કરવા લાગ્યા છે તો અમુકે તો પાર્ટી બદલાવી નાખી ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. આ તરફ અમદાવાદમાં ટીકીટ કપાઈ જતા ચાંદલોડિયાની એક મહિલા કાર્યકર્તાનો ગુસ્સો નેતાગીરી પર ઉતરી આવ્યો અને સ્થાનિક અગ્રણી નેતાને ફોન કરી સાફ સાફ સંભળાવી પણ દીધું, આ ફોન વાર્તાલાપનો ઓડિયો હાલ વાયરલ થયો છે. જે અહી પ્રસ્તુત છે….

મહિલા : સાહેબ, મુક્તાબેન મિસ્ત્રી બોલું……
સુરેન્દ્ર પટેલ :  બોલો
મહિલા : સાહેબ…તમે જે મારા માટે ખોટું કર્યું ને પણ ભગવાનને જવાબ આપવા માટે તૈયાર રહેજો. રાજેશ્વરીને ટિકિટ તમે અપાવી અને મને કહ્યું કે મારી ટિકિટ તમે નથી કાપી ? પણ મારો શ્રાપ છે તમને… એટલું યાદ રાખજો… કાર્યાલય પરથી બોલું છું. તમને કાપવામાં શું રસ હતો ? કે રાજેશ્વરીને ટીકીટ મળે એમાં તમને શું રસ હતો…?
સુરેન્દ્ર પટેલ :  એવું ભાઇ…તમારી પાસેની માહિતી ખોટી છે બહેન
મહિલા :  માહિતી ખોટી નથી. સાચી માહિતી છે. હું તમારા ઘરે આત્મહત્યા કરવા આવું છું અને નામ તમારું લખીશ, સુરેન્દ્રકાકા…..
સુરેન્દ્ર પટેલ : તમારે આ રીતે વાત નહીં કરવાની…..
મહિલા : સાહેબ હું તમારા ત્યાં આવું છું….
સુરેન્દ્ર પટેલ : હાલ મારી વાત સાંભળ બેન…. હમણાં તો બહાર છું…. મારી ઓફિસે આવજે….
મહિલા : મારી ટિકિટ તમે જ કાપી છે…યાદ રાખજો મને તમારી બધી ખબર છે….
સુરેન્દ્ર પટેલ : મારી વાત સાંભળ તું શાંતિથી આવજે..હું તને સમજાવીશ…..
મહિલા : મને અત્યારે મારી ટિકિટ જોઇએ….. તમે મને ઓળખો છો….તમે મારા વિસ્તારમાં આવ્યા હતા….તમે મારી ટિકિટ કઇ રીતે કાપી ?  હું અત્યારે ખાનપુર કાર્યાલય પર જ ઊભી છું… મારું નામ છેક સુધી હતું…. તમને રાજેશ્વરી એટલી બધી કેવી રીતે વહાલી લાગી ગઇ કે તેને ટિકિટ અપાવી દીધી ?????


સુરેન્દ્ર પટેલ : મેં કાપી જ નથી તું ખોટી વાત કરે છે…….
મહિલા :  તમે કઇ રીતે કહી શકો કે નથી કાપી ??? સાહેબ હું પથારી ગરમ કરવાવાળી વ્યક્તિ નથી…એટલું સમજી લેજો….
સુરેન્દ્ર પટેલ : મેં નહીં પ્રમુખે કાપી છે……
મહિલા : કયા પ્રમુખે ????
સુરેન્દ્ર પટેલ : શહેર પ્રમુખે…..
મહિલા :  શહેર પ્રમુખ જગદીશ પંચાલ કહે છે મેં નથી કાપી……
સુરેન્દ્ર પટેલ :  શહેર પ્રમુખ જગદીશ પંચાલ અને આઇ કે જાડેજાએ કાપી છે. મારું નામ ન દેશો….. આ ઓડિયો વાયરલ થતા જ સ્થાનિક રાજકારણમાં ચર્ચાઓ જાગી છે. હું પથારી ગરમ કરવાવાળી નથી એમ પરખાવી દઈ મહિલાએ નેતાની રંગીનમિજાજીપણાનો આડકતરો ઉલ્લેખ કર્યો છે. આ વાર્તાલાપ પરથી એક વાત નિશ્ચિત છે કે સુરેન્દ પટેલની પથારી ગરમ નહી થાય તો કાઈ નહી પણ પથારી તો જરૂર ફરી જશે. કારણ કે ઓડિયોમાં ટીકીટ કાપવા બાબતે સુરેન્દ્ર પટેલ જે બે નામનો ઉલ્લેખ કર્યો છે એ બે નામધારીઓ હવે સુરેન્દ્ર પટેલ તરફ કઈ રીતે વર્તાવ કરે છે એ જોવું રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here