રાજનીતિ : રાજ્ય મંત્રી હકુભાએ ઉતર વાળ્યો..વિક્રમભાઈ તમે એકે હજારા છો

0
1524

જામનગર : જામનગર મહાનગર પાલિકાના રાજકારણમાં વિક્રમ માડમ ખુલ્લેઆમ મેદાને આવ્યા હોય એવું ક્યારેક જ બન્યું છે, ગઈ કાલે આવો રાજકીય ગરમાવો ફરી જોવા મળ્યો, એક તરફ ભાજપના ધારાસભ્ય એવા રાજ્ય મંત્રી હકુભા અને શહેર સંગઠનની ટીમ તો બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ અને શહેર કોંગ્રેસ સંગઠનની ટીમ સામસામે આવી ગઈ હતી. ફોર્મ ભરવાના અંતિમ દિવસે એવા બન્યું કે અંતિમ પળોમાં કોંગ્રેસના એક ઉમેદવારે ફોર્મ ભરવા માત્ર બે-ત્રણ મિનીટ મોડા થયા. ભાજપએ આ વાત પકડી લીધી, તુરંત મુદ્દો ચૂંટણી અધિકારી સુધી પહોચ્યો, બંને પક્ષના દિગ્ગજો સામસામે આવી ગયા અને અંતે ભાજપ આ પ્રક્રિયામાં હાવી રહ્યો અને કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ સ્વીકારવામાં ન આવ્યું, એકાદ કલાક સુધી ચાલેલી પ્રક્રીયામાં બંને પક્ષના નેતાઓ વચ્ચે સામસામે મીઠી દલીલબાઝી થઇ હતી.

શનિવારે ત્રણ વાગ્યા પછી જામનગરના રાજકારણનો માહોલ એકાએક ગરમ થઇ ગયો, કારણ છે વોર્ડ નંબર નવના બક્ષીપંચ ઉમેદવાર એક સમયના સાથી રહી ચૂકેલ વિક્રમ માડમ અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા અને બંને પક્ષની નેતાગીરી વચ્ચે ફોર્મ પ્રક્રિયાને લઈને દલીલો થઇ હતી.  વોર્ડ નંબર દસના મહિલા ઉમેદવાર સોલંકી નિયત સમય કરતા બે-ત્રણ મિનીટ મોડા પડતા ભાજપની લીગલ ટીમ દ્વારા વાંધા લેવામાં આવ્યા, જેને લઈને રાજકીયનેતાગીરીમાં દોડધામ થઇ ગઈ હતી. ભાજપે વાંધો લેતા જ કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ તેની ટીમ સાથે તુરંત કલેકટર કચેરી ખાતેના કેન્દ્ર પહોચ્યા હતા. જેને લઈને ભાજપના ધારાસભ્ય અને રાજ્ય મંત્રી હકુભા અને શહેર સંગઠનની ટીમ પણ તુરંત કેન્દ્ર પર પહોચી હતી અને બંને પક્ષે દલીલબાજી થઇ હતી.

ફોર્મ સાથે અહી કેન્દ્ર પર સમયસર હાજર થઇ ગયા હતા પણ ફોન આવી જતા ઓફીસ બહાર નીકળ્યાની એક કોંગ્રેસના ઉમેદવારે કોંગ્રેસની નેતાગીરી સામે દલીલ કરી બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાજ વિક્રમ માડમ ભાજપની નેતાગીરીની સામે જ એ કાયર્કરને ચોખ્ખું પરખાવી દીધું કે…આ ભાજપ છે…જરાક ચૂક રહી જાયને તો મુકે નહી…આવા સમયે ફોન રીસીવ ન થાય તો કોઈ પહાડ ન તૂટી પડે….એમ કહી   એક તરફ ભાજપની આખી ટીમ છે અને બીજી તરફ અમારા સૌરાષ્ટ્રના ગણ્યા ગાઠયા ધારાસભ્યો પૈકીનો એક સામાન્ય ધારાસભ્ય છું…વિક્રમ માડમે એમ કહી દલીલબાજીને વાળવા પ્રયાસ કર્યો હતો. જો કે આ વાતને લઈને રાજ્ય મંત્રી અને એક સમયના સાથીદાર એવા વિક્રમ માડમને પણ પાનો ચડે એમ કહ્યું કે, વિક્રમભાઈ તમે તો એકે હજારા છો… બંને પક્ષે દલીલબાજી પછી સમગ્ર મામલો કલેકટર સુધી પહોચ્યો હતો અને કલેકટરે બંને પક્ષને સાંભળ્યા હતા અને ફોર્મ ન ભરાયું હોવાથી ઉમેદવારી સામે પૂર્ણ વિરામ મુક્યું હતું. ત્યારબાદ બંને પક્ષની નેતાગીરી હસતા મોઢે કલેકટર ઓફીસ બહાર નીકળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here