જામનગર : જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નમ્બર એકને મહાનગર પાલિકામાંથી બાકાત કરી નાખવામાં આવતા કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી. પરિણામ બેડી વિસ્તાર ધરાવતો આ વોર્ડ મહાનગરપાલિકામાં જ રહ્યો હતો. ત્યારબાદ વર્ષ ૨૦૧૫માં આવેલ ચૂંટણીમાં કોગ્રેસની પેનલ વિજેતા બની હતી. જો કે બે વર્ષ બાદ દ્રોહ  કરી બે કોંગ્રેસી નગરસેવકો ભાજપનું દામન પકડી લીધું હતું.

વોર્ડ નંબર એકના પરિણામ પર નજર કરીએ તો આ વોર્ડમાં બીજેપી, કોંગ્રેસ અને બહુજન સમાજ પાર્ટીએ ચારેય  તેમજ સમાજવાદી પાર્ટીએ ત્રણ બેઠકો પર પોતાના ઉમેદવારોની દાવેદારી નોંધાવી હતી. જયારે આ તમામ ઉમેદવારોને એક માત્ર અપક્ષ ઉમેદવારે પણ ટક્કર આપી હતી. કુલ ૫૯૨૬૪ મતદારોએ મતદાન કર્યું હતું. કુલ મતદાન પૈકી ૨૬૩ મત નોટોમાં મત પડ્યા હતા. જયારે ચારેય બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોએ બાજી મારી હતી. જેમાં કોંગ્રેસના ઉમર ઓસમાણ ચમડિયાને ૯૮૨૬ , કાસમ નુરમામદભાઈ ખફીને ૯૬૨૨, જુબેદાબેન એલીયાસભાઈ નોતિયાર ૯૧૨૯ અને હુસેનાબેન અનવર સંઘારને ૭૦૪૦ મત મળતા વિજેતા જાહેર થયા હતા. જયારે ભારતીય જનતા પાર્ટીના અસગર કાસમ જેડાને ૩૪૬૧ મત, મૂકાદમ હાજી જુસબ સુભાણીયા ૩૨૯૬, રસીલાબેન મુકેશ ડાભીને ૨૭૯૫ અને હમીદાબેન મામદ ચોહાણને ૨૬૩૩ મત મળ્યા હતા. આ ઉપરાંત સપાના અબ્દુલ આમદ સમાંને ૧૫૩૯ આબેદાબેન મલેકને ૧૭૫૫ મત અને ફાતમાબેન સૈયદકાદરીને ૯૫૬ મત મળ્યા હતા.

જયારે બહુજન સમાજ પાર્ટીના કમલેશ ખીમજી ચાવડાને ૨૪૪૦ મત, રણજીતસિંહ બાબુભા જાડેજાને ૧૪૫૧ મત અને સરીફાબેન કેરને ૧૧૫૨ અને સરિતાબેન વાલવાને ૧૧૪૫ મત મળ્યા હતા.

જયારે એક માત્ર અપક્ષ ઉમેદવાર ફાતમાબેન જુસબભાઈ ચોહાણને ૭૬૧ મત મળ્યા હતા. આમ ચારેય બેઠકો કોંગ્રેસે કબજે કરી હતી.

પરિણામના બે વર્ષ બાદ આવેલ વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના નગરસેવીકા હુસેના સંઘાર સહિતના બે કોર્પોરેટર ભાજપમાં ભળી ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here