દ્વારકા : ભાજપમાં ભડકો, લાંબા સીટ પર આયાતી ઉમેદવારના પગલે ભાજપના કાર્યકરોએ પક્ષ છોડ્યો

0
560

જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લા પંચાયતની આગામી ચૂંટણીને લઈને ભાજપએ ઉમેદવારી યાદી પ્રસિદ્ધ કરી છે. જેને લઈને ભાજપના કાર્યકરોમાં અશંતોષનો જવાળામુખી બહાર આવ્યો છે. ખાસ કરીને લાંબા બેઠક પર ભાજપાએ સ્થાનિક ઉમેદવારને બદલે આયાતી ઉમેદવાર પસંદ કરતા સ્થાનિક ભાજપના કાર્યકરોએ ભાજપાને રામ રામ કરી આપ સાથે જોડાઈ ગયા છે. આગામી સમયમાં આ બેઠક પરના ધારણા મુજબના પરિણામમાં નકારાત્મક અસર પણ પડી શકે છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે ગઈ કાલે સતાવાર ઉમેદવારો જાહેર કરાયા છે. જો કે વડત્રા અને ભાડથર સહિતની છ બેઠકને બાદ કરતા અન્ય ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં ભાટિયા બેઠક પર સતવારા સમાજના મૂળ કોંગ્રેસી વિઠ્ઠલ સોનગરા અને વિવાદિત લાંબા બેઠક પર રણમલ માડમને ઉતારવામાં આવ્યા છે. જયારે વડત્રા અને ભાડથર બેઠક પર કદાવર નેતાઓ વચ્ચે ફીટીંગ જામી હોવાથી ન કોંગ્રેસે પહેલ  કરી છે ન ભાજપાએ, આજે આ બંને સહિત અન્ય ચાર બેઠકોની ભાજપના અને તમામ બેઠકો પર કોંગ્રેસની યાદી બહાર પાડશે.

જામનગર બાદ દેવભૂમિ દ્વારકા જીલ્લા પંચાયતની ૨૪ બેઠકો પૈકી ૧૯ બેઠકોમાં ભાજપાએ ઉમેદવારો જાહેર કર્યા છે. જો કે વડતરા અને ભાડથર બેઠક અને બજાણા તેમજ હર્ષદપુર, કલ્યાણપુર અને વેરાડ બેઠકને બાકી રાખવામાં આવી છે. બજાણા બેઠક પર બંને પક્ષના બે આહીર ઉમેદવાર તેમજ ભાડથર બેઠક અને વડત્રા બેઠક પર પણ આવા જ સમીકરણો સામે આવી રહ્યા છે. જેને લઈને બંને પક્ષ દ્વારા હજુ સુધી ઉમેદવારી જાહેર કરવામાં આવી નથી. પરંતુ વળતરા બેઠક પર કોંગ્રેસ પોતાના ધારાસભ્ય વિક્રમ માડમના પુત્ર અને ભાજપ પૂર્વ ધારાસભ્ય કારુભાઈ ચાવડાને ઉતારે તેવી શક્યતા છે. બીજી તરફ લાંબા બેઠક પર રણમલ માડમને ટીકીટ આપી દેવાતા સ્થાનિક કાર્યકરોમાં અશંતોષનો જવાળામુખી ફાટી નીકળ્યો છે. પક્ષ દ્વારા અન્યાય કરવામાં આવ્યો હોવાની લાગણી સાથે દેવશીભાઈ ચેતરીયા, લાંબા જીલ્લા પંચાયત બેઠકના પૂર્વ સદસ્ય નેભાભાઈ સુવા, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય રાણાભાઈ રાવલીયા પાર્ટી છોડી દીધી છે. જો કે ટીકીટ ફળવણીને લઈને વ્યાપેલ અશંતોષના પગલે ભાજપા કઈ વિચારે તે પૂર્વે તમામ કાર્યકરોએ આમ આદમી પાર્ટી જોઈન્ટ કરી લીધી છે. સંભાવનાઓ મુજબ આજે દેવશીભાઈ ચેતરિયા લાંબા બેઠક પર આપ માંથી દાવેદારી નોંધાવશે. આગામી દિવસોમાં કેવા સમીકરણો રચાય છે એ સમય જ કહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here