જામનગર : હાલ લોકડાઉન પીરીયડ ચાલી રહ્યો છે. તમામ ક્રિકેટરો હાલ સોશિયલ મીડિયાના માધ્યમથી એક બીજા સાથે અથવા ફેમીલી સાથે સમય પસાર કરી રહ્યા છે ત્યારે જામનગરના રવીન્દ્ર જાડેજા પણ પોતે પણ પોતાના જામનગર ખાતેના નિવાસ્થાને અને ફાર્મ હાઉસ ખાતે કોરોનાકાળ વિતાવી રહ્યો છે. પોતાના પત્ની રીવાબા સાથે રહેતા જાડેજા હાલ સોશિયલ મીડિયામાં અભીનંદન સમેટી રહ્યા છે. પરંતુ આ અભિનદન માટે રીવાબાએ સામે આવી ખુલાસો કરવો પડ્યો કે ‘આમ નથી આમ છે’.
જામનગરના ખ્યાતનામ ક્રિકેટર રવીન્દ્ર જાડેજા હાલ પોતાના જામનગર ખાતેના કોરોનાકાળ વિતાવી રહ્યો છે. પોતાના ઘરે ક્રિકેટ પ્રેક્ટીસ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો ત્યારે વિશ્વભરના ખ્યાતનામ ક્રિકેટરોએ પોતાનો મત દર્શાવ્યો ત્યારે જાડેજા ક્રિકેટ પીચ બહાર પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. આ ઉપરાંત ઘોડેસવારીના વિડીઓને લઈને પણ રવિ ચર્ચામાં રહ્યો છે. પરંતુ હાલ જાડેજા દંપતી ‘વધામણી’ને લઈને ફરી ચર્ચામાં આવ્યું છે. કોઈ પ્રશંસકે જાડેજાના ખોળામાં ‘બેબી’ સાથેનો ફોટો મૂકી, પુત્ર જન્મના વધામણા કરતી પોસ્ટ મૂકી, જોત જોતામાં આ પોસ્ટ પર ચાહકોએ અભિનદનની બોછાર બોલાવી દીધી, સતત અભિનંદનના વધતા જતા પ્રવાહને લઈને રીવાબા સોસીયલ મીડિયામાં સામે આવ્યા હતા અને આ ‘પુત્ર’ જન્મની વાતને અફવા ગણાવી હતી.
રવીન્દ્ર જાડેજાના બેન નયનાબાએ પણ આ ‘વધામણી’ને અફવા ગણાવી ઉમેર્યું હતું કે રવિ સાથેના બેબીનો ફોટો ખુબ જ જુનો છે. કોઈ પ્રશંસકે સારા આશયથી પોસ્ટ કરી છે પણ એ વાસ્તવિક્તા નથી. આ વધામણીને આગળ વધતી એટેલે કે વાયરલ થતી અટકવવા સમગ્ર સમાજને અપીલ કરી છે.