જામનગર : રાજકોટથી ૧૮ કિમી દુર કેન્દ્રબિંદુ ધરાવતો ભૂકંપનો મહતમ કહી સકાય તેવી તીવ્રતા વાળો ભૂકંપનો આંચકો જામનગર શહેર સહિત જીલ્લાભરમાં અનુભવાયો છે. ધ્રોલ, જોડિયા કાલાવડ અને જામજોધપુરમાં પણ વહેલી સવારે આંચકાથી અનેક લોકો ઘર બહાર નીકળી ગયા હતા તો અનેક લોકોને ભુકંપની ખબર સુધ્ધા પડી ન હતી.ગુરુવારે વહેલી સવારે ૭:૪૦ વાગ્યે રાજકોટથી ૧૮ કિમી દુર દક્ષીણના ભાગે કેન્દ્રબિંદુ ધરાવતો ૪.૮ન તીવ્રતા ધરાવતો જોરદાર ભૂકંપનો આંચકો આવ્યો છે. જેને લઈને સવારે ઉઠી ગયેલ અને સુતેલા લોકો સફાળા જાગી ગયા હતા અને ઘર બહાર નીકળી ગયા હતા. જો કે પથારીમાં સુતેલ અનેક લોકોને જરા પણ અનુભવ થયો ન હતો. ધ્રોલ, જોડિયા અને કાલાવડ તેમજ જામજોધપુરમાં પણ ભૂકંપ અનુબવાયો છે. હજુ દોઢ માસ પૂર્વે જ જામનગર સહીત સૌરાષ્ટ્રભરમાં મોટી માત્રાનો આંચકો નોંધાતા વાગડ લાઈન ફરી સક્રિય થઇ છે ત્યારે ટૂંકા ગાળામાં વધુ તીવ્રતા વાળો આંચકો આવતા લોકોમાં થોડો ભયનો માહોલ ફેલાયો છે. જો કે ભૂકંપ અંગે જામનગર કંટ્રોલ રૂમમાં કોઈ સતાવાર માહિતી નોંધાઈ નથી.