કાલાવડ: પત્ની-પુત્રની નજર સામે યુવાનનું અકસ્માતમાં મોત

0
744

જામનગર : આજે કાલાવડ નજીકના મોટી માટલી ગામ પાસે દૂધ ભરેલા વાહન અને મોટર સાયકલ વચ્ચે ગમખ્વાર ટક્કર થતા ઘટના સ્થળે જ યુવાનનું  મૃત્યુ નીપજ્યું હતું જયારે મૃતકના પત્ની અને પુત્રને ઈજા પહોચતા જામનગર ખસેડવામાં આવ્યા છે.

આ બનાવની મળતી વિગત મુજબ, જામનગર-કાલાવડ રોડ પર આવેલ મોટી માટલી ગામે પાસે પુરઝડપે દોડતા દૂધ ભરેલા વાહને એક મોટરસાયકલને ધડાકાભેર જોરદાર ઠોકર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ભાડુકીયા ગામના મોટર સાયકલ ચાલક અને તેના પત્ની તથા પુત્ર મોટર સાયકલ પરથી ફંગોળાઈ ગયા હતા. જેમાં ત્રણેયને ગમ્ભીર ઈજાઓ પહોચતા તાત્કાલિક અલીયાબાડાની ૧૦૮માં જામનગર ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ પત્નીની નજર સામે જ પતી ભાવેશભાઈ ઉવ ૩૫નું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું છે, જયારે મૃતકના પત્ની અને પુત્રને ગંભીર ઈજાઓ સાથે તાબડતોબ સારવાર આપવામાં આવી રહી છે. આ બનાવ અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસના પીએસઆઈ રાદડિયા સહિતના સ્ટાફે પહોચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત નીપજાવી દુધના વાહનનો ચાલક નાશી ગયો હોવાનું જાણવા મળ્યું છે.પોલીસે તેની સામે ફરિયાદ નોધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here