કોણ છે ગુજરાતના નવા લોકાયુક્ત, જાણો તેના કાર્યો અને સમયાવધિ વિષે

કોણ છે રાજ્યના નવા લોકાયુક્ત રાજેશ શુક્લા, જાણીએ ગુજરાતના પાંચમા લોકાયુક્ત તરીકે રાજેશ એચ.શુકલાની કરાઇ નિમણૂંક

0
2728

ગઈ કાલે રાજ્યના નવા લોકાયુકત તરીકે રાજેશ શુક્લા (આર. એચ શુક્લા)ની સતાવાર નિમણુક કરવામાં આવી છે. લોકાયુકતની નિમણુક અને કાર્યપ્રણાલી અંગે ઘણું બધું પ્રસાર માધ્યમોમાં પ્રકાશ પાડવામાં આવ્યો છે. પણ આ રાજેશ શુક્લા છે કોણ ? એ સવાલ અનેક વ્યક્તિઓના મોઢેથી સાંભળવા મળ્યો, આજે નવા લોકાયુક્તનો પરિચય રજુ કરી રહ્યા છીએ,

રાજેશ શુક્લાનો જમણ જન્મ:-27 ડીસેમ્બર 1956ના રોજ એક સાધારણ વિપ્ર પરિવારમાં થયો હતો. બીકોમ એલએલબીનો અભ્યાસ કરી એક સામાન્ય વકીલથી શરુ કરેલ વકીલાત હાઈકોર્ટ અને ઉચ્ચ અદાલત સુધી લઇ ગયા હતા. શુક્લા વર્ષ 1982 થી 1984 સુધી ગુજરાત સરકારના સોલિસીટર તરીકે સેવા બજાવેલ હતી તેમના સોલિસીટર તરીકેના કાર્યકાળ દરમિયાન ગૃહ, સામાન્ય વહીવટ વિભાગ, બાંધકામના વિવિધ કેસ તેઓ પોતાની આગેવાનીમાં જ લડયા હતા. આ ઉપરાંત 1994 માં સિટી સિવિલ અને સેશન્સ કોર્ટમાં પણ સેવા આપી હતી. પોતાની કાબેલિયતથી 21 નવેમ્બર 2007 ના રોજ ગુજરાત હાઇકોર્ટમાં એડીશન જજ તરીકે પસંદગી પામ્યા હતા. વર્ષ 2009 તેઓ ગુજરાત હાઇકોર્ટમાં જજ બન્યા હતા અને હવે તેઓ ગુજરાતના પાંચમા લોકાયુક્ત તરીકે પસંદગી પામ્યા છે. આજે ગાંધીનગર ખાતે રાજેશ શુકલાને તેમને ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતે હોદાના શપથવિધિ કરાવી હતી.

ગુજરાતમાં 1986માં ગુજરાત વિધાનસભા દ્વારા ગુજરાત લોકાયુક્ત અધિનિયમ 1986 પસાર કરીને તેમનું સર્જન કરવામાં આવ્યું હતું. જયારે નવા ગુજરાત લોકાયુક્ત આયોગ ધારો 2013 માં પસાર કરવામાં આવ્યો હતો. લોકાયુક્ત રાજ્ય મંત્રીઓની સાથોસાથ મુખ્યમંત્રી સામે પણ ફરિયાદ લઇ તપાસ કરવાની સતા ધરાવે છે.  તેના ઢાંચાની વાત કરીએ તો લોકાયુક્ત બહુસભ્ય સંસ્થા રહશે જેમાં એક મુખ્ય લોકાયુક્ત અને 4 ઉપ-લોકાયુક્તનો સમાવેશ થાય છે. મુખ્ય લોકાયુક્તનો કાર્યકાળ 5 વર્ષ અથવા 72 વર્ષ હોય છે. આ બન્ને માંથી જે પ્રથમ લાગુ પડે તે અમલમાં લેવાય છે.

 મુખ્ય લોકાયુક્ત બનવાની લાયકાતની વાત કરીએ તો સર્વોચ્ચ ન્યાયાલ કે ઉચ્ચ ન્યાયાલયના નિવૃત્ત ન્યાયાધીશ જ આ પદ પર નિમણૂંક પામી શકે છે. ગુજરાત રાજ્યના ઇતિહાસમાં કુલ પાંચ લોકાયુક્ત નિમાયા છે જેમાં ડી.એસ.શુક્લ, આઇ.સી.ભટ્ટ, એમ.એમ.સોની, ડી.પી.બુચ અને રાજેશ શુકલાનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૦માં ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને હાલ દેશના ગૃહમંત્રી અમિત શાહ સામેના ચકચારી કેસમાં તમામ ચકાસણીઓ બાદ તેઓને રાજેશ શુક્લાએ જામીન આપ્યા હતા. ત્યારથી તેઓ પ્રચાર પ્રસાર માધ્યમોમાં ચમક્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here