કોર્પોરેટર કેવા હોવા જોઈએ ? આ મહિલા કોર્પોરેટરની કામગીરી પ્રભાવિત કરશે જ, કેમ ?

0
536

જામનગર અપડેટ્સ : જામનગર મહાનગર પાલિકાના ૬૪ નગરસેવકો પૈકી સૌથી વધુ ચર્ચામાં રહેતા કોઈ કોર્પોરેટર હોય તો તે છે રચનાબેન નંદાણીયા,નાગરિકોના કામને લઈને હમેશા તત્પર રહેતા રચનાબેન વધુ એક વખત લોકભોગ્ય કામ કરાવવાની અડગ નેમ સાથે ચર્ચામાં આવ્યા છે.

ચોમાસા પૂર્વે મહાનગર પાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં પ્રિ-મોન્સુન કામગીરી હાથ ધરવામાં આવે છે. દર વર્ષે લાખો રૂપિયાના ખર્ચે કરવામાં આવતી કામગીરી મોટા ભાગે  કાગળ પર પૂર્ણ થતી હોય તેવું ચિત્ર ઉપસી આવે છે કારણ કે બે-ત્રણ ઇંચ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા લોકો પારાવાર હાડમારીનો સામનો કરવો પડે છે. હવે જયારે ચોમાસું બેસું ગયું છે અને તંત્રએ પણ કામગીરી પૂર્ણ કરી લીધાનો આલાપ રજુ કર્યો છે ત્યારે વોર્ડ નંબર ચારના નગરસેવિકા રચના નંદાણીયાએ પોતાના વોર્ડની મુખ્ય કેનાલ સાફ ન થઇ હોવાની ફરિયાદ તંત્ર સમક્ષ કરી હતી પરંતુ કોઈ પ્રત્યુતર નહિ મળતા આજે આશ્ચર્ય જનક કાર્યક્રમ આપ્યો હતો. આ મહિલા કોર્પોરેટર અન્ય મહિલાઓની સાથે આજે ઉભરાતી કેનાલના કિનારે બેસી જતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. જેને લઈને તંત્રએ ટીમ દોડાવી કેનાલ સાફ કરાવવાની ખાતરી આપી હતી. આ મુદ્દે નગરસેવિકા રચનાબેને કોર્પોરેશનમાં રજૂઆત પણ કરી છે. ઉલ્લેખનીય છે કે જામનગર મહાનગર પાલિકાના તમામ ૬૪ કોર્પોરેટરો પૈકી સૌથી વધુ અને જુનુન પૂર્વક કામ કરતા કોર્પોરેટરમાં અગ્ર સ્થાને રહેલ રચનાબેન નંદાણીયા શહેરમાં લોકપ્રિય બન્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here