જામનગરમાં સાતમ-આઠમ પર વરસાદ પડશે ? શું કહે છે હવામાન વિભાગ

0
478

જામનગરઃ આ વર્ષે ચોમાસાના એક રાઉન્ડ બાદ મેઘરાજાએ વિરામ લઇ લીધો છે. રાજ્યમાં છૂટાછવાયા વરસાદને બાદ કરતાં સમગ્ર રાજ્યમાં ક્યાય સારો વરસાદ નોંધાયો નથી. જો કે છેલ્લા કેટલાક સમયથી જામનગર સહિત સમગ્ર રાજ્યમાં અસહ્ય બફારાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. દિવસ દરમિયાન હળવા ઝાપટા પડ્યા બાદ પણ ઉકળાટ અને ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. 15મી ઓગસ્ટના દિવસે વહેલી સવારથી જ જામનગર શહેર અને્ ગ્રામ્ય પંથકોમાં હળવા ઝાપટા પડી રહ્યાં છે. જો કે આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

પ્રતિકાત્મક તસવીર

વરસાદના પ્રથમ રાઉન્ડમાં મેઘરાજાએ દેધનાધન બેટિંગ કરી સમગ્ર રાજ્યમાં હરિયાળી લાવી દીધી છે. ધરતીપુત્રો પણ રાજીનારેડ થઇને મગફળી, કપાસ સહિત અનેક પાકોની વાવણી કરી દીધી છે. જો કે હવે જ વરસાદની ખરી જરૂર ઉભી થઇ છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ ન પડે તો ખેતરમાં ઉભા મોલને નુકશાન થવાનો ભય છે. જો કે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ચોમાસાનો બીજો રાઉન્ડ આવી રહ્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

વાત કરીએ જામનગર જિલ્લાની તો છેલ્લા એક સપ્તાહથી જામનગર શહેર અને જિલ્લામાં હળવાથી મધ્યમ ઝાપટાં પડી રહ્યાં છે. જો કે હજુ પણ અનેક એવા પણ વિસ્તારો છે જ્યાં નદી-નાળા અને ચેકડેમો ખાલી છે. સામાન્ય રીતે હાલારમાં ચોમાસાના અંતમાં સારો વરસાદ પડતો હોય છે, ત્યારે ખેડૂતોનું માનવું છે કે આગામી દિવસોમાં હજુ સારો વરસાદ પડી શકે છે. તો બીજી બાજુ સોમવારે વહેલી સવારથી જ સુરત, અમદાવાદ અને અરવલ્લી જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની પણ માહિતી સામે આવી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here