લાલબત્તી: બે સગી બહેનોના જ્ઞાતિના બે સગા ભાઈઓ સાથે લગ્ન, પછી થઈ એવું કે…

0
1002

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ભરૂડિયા ગામે એક ક્ષત્રિય પરિવારની પરણીતાએ આપઘાત કરી લેતા સંસનાટી મચી જવા પામી છે હત્યાની આશંકાને લઈને પોલીસે જામનગરમાં તેણીનું પીએમ કરાવ્યું હતું પરંતુ બનાવો આપઘાત હોવાનું સામે આવ્યું હતું. બીજી તરફ મૃતકના પિયર પક્ષે સાસરિયાઓ સામે મળવા મજબૂર કર્યા ની ફરિયાદ નોંધાવી છે. આ બનાવની કરુણતા એ છે કે બે સગી બહેનોના લગ્ન પોતાના જ સમાજના બે સગા ભાઇઓ સાથે થયા હતા લગ્નના દોઢ વર્ષમાં જ સાસરિયાઓ એ ત્રાસ ગુજારતા એક બહેને આપઘાત કરી લીધો છે જ્યારે અન્ય બહેન સાસરિયાઓના ત્રાસથી રીસામણા અર્થે પિયર જવા મજબૂર બની છે.

લાલપુર તાલુકાના ભરૂડિયા ગામે ત્રણ દિવસ પૂર્વે વર્ષાબા અજયસિંહ ઉર્ફે અજીતસિંહ જાડેજા નામની યુવતીએ ગળાફાંસો ખાય આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ થતાં લાલપુર પોલીસ દફતરના પી.એસ.આઇ. ડી.એસ વાઢેર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે યુવતીની હત્યા થઈ હોવાની શંકા લગતા તેણીનું જામનગરની જીજી હોસ્પિટલમાં પીએમ કરાવ્યું હતું પેનલ ડોક્ટરો દ્વારા કરવામાં આવેલ પેનલમાં તેણીએ આપઘાત કર્યાનો સામે આવ્યું હતું. આ બનાવના પગલે તેણીના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના દાતા ગામે રહેતા પિયર પક્ષમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. પોતાની પુત્રી પર માત્ર દોઢ વર્ષના લગ્ન ગાળા દરમિયાન પતિ સહિતના સાસરિયાઓએ અસહ્ય ત્રાસ ગુજારતા વર્ષાબાએ આ પગલું ભરી લીધું હતું જેને લઈને તેણીના પિતાએ લાલપુર પોલીસ દફતરમાં અજીતસિંહ ઉર્ફે અજયસિંહ મજબુતસિંહ જાડેજા, વિજયસિંહ મજબુતસિંહ જાડેજા અને મયાબા મજબુતસિંહ જાડેજા સામે પુત્રીને મળવા મજબૂર કરવા સબક આઈપીસી કલમ 306 સહિતની ધારા મુજબ ફરિયાદ નોંધાવી હતી.

ગત તારીખ 30 11 2020 ના રોજ મૃતક વર્ષાબા અને તેની સગી બહેન પૂર્ણબાના લગ્ન આરોપી એવા ભરૂડિયા ગામના અનુક્રમે અજીતસિંહ ઉર્ફે અજયસિંહ મજબુતસિંહ જાડેજા અને વિજયસિંહ મજબુતસિંહ જાડેજા સાથે થયા હતા. લગ્ન જીવનની શરૂઆતથી જ
આરોપી અજયસિંહ ઉર્ફે અજીતસિંહ નાની-નાની બાબતોમા ઝઘડાઓ કરતો અને તેનો ભાઇ આરોપી વીજયસિંહ પણ વર્ષાબા સાથે ઝઘડાઓ કરતો તેમજ તેણીના સાસુ મયાબા ઘરકામ બાબતે મેણા-ટોણા મારી, ઝઘડાઓ કરતા હતા. વર્ષાબાને જે ત્રાસ આપવામાં આવતો હતો તે જ ત્રાસ તેની બહેન પૂર્ણાંબાને પણ આપવામાં આવતો હતો. બંન્ને દીકરીઓને કામ બાબતે તેમજ અન્ય નાની-નાની બાબતોમા મેણા-ટોણા મારી માનસીક ત્રાસ આપતા હોય જેના કારણે મોટી બહેન વર્ષાબાથી ત્રાસ સહન નહી થતા તા.૧૦/૦૮/૨૦૨૨ ના પોતાના ઘરે પોતાના હાથે ગળાફાસો ખાઇ જીવન ટુંકાવી લીધું હતું.
આ બનાવ અંગે મૃતકના પિતા
નાનભા જીણાજી ઝાલાએ બંને પુત્રીઓને ત્રાસ આપવા બદલ સ્ત્રી અત્યાચાર ધારા અને મોટી પુત્રીને મરવા મજબુર કરવા સબબ ત્રણેય સામે ફરિયાદ નોંધાવતા પીએસઆઈ વાઢેર સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here