લાલપુર તાલુકાના ખટીયા ગામે ખાતેદાર ખેડૂતો પાસેથી રૂપિયા પડાવતો એક શખ સામે સાની પોલીસ દફતર માં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પાંચસરા ગામે રહેતા શકશે ખેડૂતોને પોતાનું આધાર કાર્ડ સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ના ખાતા માટે આધાર કાર્ડ અપડેટ કરાવવાનું હોવાનું કહી આરોપીએ કોઈ પણ રીતે બે ખેડૂતોના ખાતામાંથી રૂપિયા 3,000 ટ્રાન્સફર કરી લીધા હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

લાલપુર તાલુકાના ખટીયા ગામે ખેડૂતો સાથે છેતરપિંડી કરી રહેલા શખ્સની કપટવૃતિ પોલીસ દફતર સુધી પહોંચી છે. આ બનાવ અંગે ખટિયા ગામના જમનભાઈ રાઘવજીભાઈ તાળા નામના વૃદ્ધ ખેડૂતે પાંચસરા ગામના ધર્મેશ ગીરી સુરેશ ગીરી બાવાજી સામે છેતરપિંડી અને વિશ્વાસઘાત સંબંધિત ફરિયાદ નોંધાવી છે જેમાં તારીખ 27 4 2020 ના રોજ લેપટોપ સાથે આરોપી ખટીયા ગામની સરકારી શાળાએ આવ્યો હતો અને ખેડૂતો અને એકઠા કર્યા હતા. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂત ખાતેદારોના ખાતામાં વર્ષમાં કુલ ત્રણ વખત રૂપિયા બે હજારના આપતા જમા થવાની યોજના ચાલુ છે.

આ યોજનાનો લાભ મેળવતા ખેડૂતોને પોતાનું આધાર કાર્ડ અપડેટ કરવું પડે છે તેમ કહી આધારકાર્ડ અપડેટ કરવાના બહાને આરોપી ધર્મેશ ગીરીએ જમનભાઈ તથા તેમના મિત્ર વિઠ્ઠલભાઈ વલ્લભભાઈ સંઘાણી ના ખાતામાંથી રૂપિયા 500 અને રૂપિયા અઢી હજાર એમ મળી 3000 પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા. આરોપીય આધારકાર્ડ અને ખેડૂતોના મોબાઈલ મેળવી કોઈપણ રીતે તેઓના સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના ખાતામાંથી આ રૂપિયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા. આરોપીની છેતરપિંડી સામે આવતા જમનભાઈએ લાલપુર પોલીસ દત્તામાં ફરિયાદ નોંધાવી છે આ ફરિયાદના આધારે પીએસઆઇ ડીએસ વાઢેર સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે