ખંભાળિયા: ફાયનાન્સરની ઓફિસમાં તસ્કરોએ પગલાં પાવન કર્યા

0
426

ખંભાળિયામાં રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ એક ફાઇનાન્સર ની ઓફિસમાં તસ્કરોએ પરોણા કર્યા હતા ઓફિસ અંદરથી એક લેપટોપ અને બે મોબાઈલ ની ચોરી થઈ હોવાની વિગતો પોલીસમાં જાહેર થઈ છે રવિવાર હોવાથી રાત્રે દુકાન બંધ કરી ફાઇનાન્સિયલ જામનગર ગયા હતા ત્યારબાદ આ ચોરીનો બનાવ સામે આવ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં યોગેશ્વર નગર વિસ્તારમાં રહેતા ફાઇનાન્સર રવિભાઈ રામભાઈ નંદાણીયા ગત તારીખ 30 મીના રોજ પોતાની રેલ્વે સ્ટેશન રોડ પર વ્રજ કોમ્પલેક્ષમાં આવેલી દુકાન બંધ રાખી જામનગર ગયા હતા. જે તે દિવસે રવિવાર હોવાથી દુકાન બંધ રહેતી હોય અને પોતાને કામ હોવાથી તેઓ જામનગર ગયા હતા. દરમિયાન સવારે દશેક વાગ્યાના સુમારે પોતાની દુકાનની બાજુમાં મોબાઈલની દુકાન ધરાવતા ઉમેષભાઈ ભટ્ટે તેઓને ફોન કરી જણાવેલ કે તેની દુકાન ઓફિસના તાળા તૂટેલ છે.

જેને લઈને ફાઇનાન્સર રવિભાઈ તાત્કાલિક ખંભાળિયા પહોંચ્યા હતા. જ્યાં પોતાની દુકાન ઓફિસનું સટ્ટર અને તાળુ તૂટેલું જોવા મળ્યું હતું. સટ્ટર ઊંચકાવી ખોલીને ઓફીસ અંદર જોતા, અંદરનો તમામ સામાન વેરવિખેર પડ્યો હતો. દરમિયાન ઓફિસમાં તાગ મેળવતા ચોરીનો આ બનાવ સામે આવ્યો હતો. જેમાં એક વિપ્રો કંપનીનું લેપટોપ એક samsung કંપનીનો મોબાઇલ અને એક samsung કંપનીનો એન્ડ્રોઇડ મોબાઈલ ચોરી થયો હોવાનું સામે આવ્યું હતું. રૂપિયા 10,000ની કિંમત ના ત્રણેય ઇલેક્ટ્રોનિક આઈટમ ચોરી થઈ જતા ફાઇનાન્સર રવિભાઈએ આજુબાજુ તપાસ કરી હતી. પરંતુ કોઈ ચોર મળ્યો ન હતો. દરમિયાન આ ઘટનાના 12 દિવસ બાદ તેઓએ ખંભાળિયા પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here