આજે અચાનક જામનગર રાજ્યભરમાં મુખ્ય સુરખીઓ પર છવાઈ ગયું, ભાજપના નેતાઓનો આંતરિક વિવાદ સપાટી પર આવતા જ સમગ્ર ભાજપાનું ધ્યાન જામનગર પર ગયું, અને જામનગરનું રાજકારણ ત્યારે ગરમાયુ જયારે ભાજપાની બે સશક્ત મહિલા નેતાગીરી આમને સામે આવી, જામનગરના ધારાસભ્ય rivaba જાડેજા અને સાંસદ પુનમ માડમ વચ્ચે શાબ્દિક ટકરાવના વિડીઓ વાયરલ થતા કેડર બેજ પાર્ટીની સાખના ધજાગરા ઉડ્યા. ભાજપ સંગઠન અને અન્ય નેતાઓએ મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો પણ આગબબુલા બનેલ ધારાસભ્ય રીવાબાએ મેયર અને સાંસદ પુનમ માડમ સાથે ઉગ્ર બોલાચાલી કરતા સ્થાનિક ભાજપાનો આંતરિક વિવાદ સપાટી પર આવ્યો છે. લોકસભાની ચુટણી માથા પર છે એવા સમયે સશક્ત મહિલા નેતાઓ જાહેરમાં આવી જતા ભાજપા હાઈકમાન્ડ હરકતમાં આવ્યું છે. રીવાબાએ પોતાના આત્મસન્માન માટે જાહેરમાં બોલ્યા હોવાનું જણાવી કશું ખોટુ કર્યું નથી કે કહ્યું નથી એમ સાફ સાફ કહ્યું છે.
જામનગર મહાનગર પાલિકા દ્વારા યોજાયેલ મેરી મીટ્ટી મેરા દેશ કાર્યક્રમમાં ધારાસભ્ય રીવાબા જાડેજા અને સાંસદ પૂનમ માડમ આમને સામે આવી જતા અને આ ઘટનાનો વિડીઓ વાયરલ થતા રાજકારણ ગરમાયું છે. શહીદોને શ્રધ્ધા સુમન-ફૂલ હાર કરતી વેળાએ ચપ્પલ ઉતારવાની બાબતને લઈને સાંસદ, ધારાસભ્ય અને મેયર બીનાબેન કોઠારી વચ્ચે શાબ્દિક ટપાટપી થઇ હતી. એક સમયે તો રીવાબાએ મેયરને ત્યાં સુધી કહી દીધું કે તમે ઓકાતમાં રહેજો, આ સમગ્ર ઘટનાના વિડીઓ ક્ષણિકમાં જ સોશ્યલ મીડિયામાં ફરતા થતા અને મીડિયાની સુરખીઓ બનતા જામનગર એકાએક રાજ્યભરમાં હોટ ટોપિક બની ગયું,
આ બાબતે રીવાબા rivabaએ જાહેરમાં મીડિયા સમક્ષ સમગ્ર વાતચીત કરી હતી અને પોતાનો પક્ષ રાખ્યો હતો. રીવાબાના કહેવા મુજબ, શહીદોને શ્રધ્ધા સુમન વખતે મારો વારો આવ્યો ત્યારે મેં ચપ્પલ ઉતારીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ વિધિ પૂર્ણ થયા બાદ બધા ઉભા હતા ત્યારે એમપી મેડમે એવો ટોણો માર્યો કે ‘ અમુક અમુક લોકોને ભાન નથી પડતી અને બોવ સ્માર્ટ બનવા જાય છે’ આ બાબતે મારા આત્મ સન્માનને ઠેસ પહોચી, દરમિયાન મેયર વચ્ચે બોલ્યા એટલે મેં તેને પણ જવાબ આપ્યો હતો. બોલાચાલી ત્યાં સુધી પહોંચી જ્યારે હાજર લોકોનું ધ્યાન ગયું, ત્યારે rivabaએ સાંસદની સામે જ કહી દીધું હતું કે સળગાવવા વાળા તમે જ છો હવે ઠારવાનો પ્રયાસ ન કરો, ક્યારની કહું છું કે બંધ કરી દયો, બંધ કરી દયો, અમુક લોકોને ભાન નથી પડતી હોતી અને બોવ સ્માર્ટ બનવા જાય છે એવા શબ્દો અત્યારે જાહેરમાં બેસે ? એમ વેધક સવાલ રીવાબાએ સાંસદને કહ્યા હતા. બીજી તરફ સાંસદ પૂનમબેન માડમે આ બાબતે કશું કહેવા બાબતે ભાજપા હાઈકમાંડ પર છોડ્યું છે.
જ્યારથી વિધાનસભાનું ઈલેકશન પૂર્ણ થયું છે ત્યારથી સાંસદ અને ધારાસભ્ય rivaba વચ્ચે અંદરખાને ટશન ચાલે છે એમ રાજકીય વર્તુળોમાંથી અવારનવાર ચર્ચાઓ થતી હતી. પરંતુ આજે જાહેરમાં બનેલ બનાવે સાબિત કર્યું છે કે સબ સલામત નથી. કેડર બેજ પાર્ટીમાં જાહેરમાં આવી સભ્યતા ભાજપાની ઈમેજને ચોક્કસથી ધક્કો લગાવી શકે એમ રાજકીય પંડિતો મત દર્શાવી રહયા છે ત્યારે હોટ ટોપિક બનેલ બનાવ આગામી સમયમાં કેવા સમીકરણો રચે છે? એ આગામી સમય જ કહેશે.