જામનગરમાં મેહુલનગર વિસ્તારમાં હેર સલુન ધરાવતા એક યુવાન પર બે સખ્સોએ હુમલો કરી આડેધડ માર મારી ધાકધમકી આપી હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. જે યુવાન પર હુમલો થયો એ યુવાનને બે પૈકીના એક આરોપીની પત્ની સાથે મિત્રતા અને વાતચીતના સબંધ હતા. આ સબંધની આરોપી પતીને જાણ થતા મારામારી થઇ હોવાનું જાહેર થયું છે.
જામનગરમાં તા.૧૭/૦૮/૨૦૨૩ ના સવારે નવેક વાગ્યાના સુમારે મેહુલનગર વિસ્તારમાં આવેલ દેવપાર્ક સોસાયટીમાં આનંદ હેર પાર્લેરમાં ભરતભાઇ ત્રીભોવનભાઇ અઘેરા તથા બીપીનભાઇ નામના સખ્સો આવ્યા હતા. હેર પાર્લરમાં આવેલ બંને સખ્સોએ દુકાનદાર કેતન ગુણવંતભાઇ મારૂ ઉ.વ.૩૮ સાથે બોલાચાલી કરી હતી. દરમિયાન ઉસ્કેરાઈ ગયેલ બંને સખ્સોએ યુવાન પર હુમલો કર્યો હતો. બંને શખ્સોએ યુવાનને ઢીકા પાટુંનો માર મારી તેમજ ડાબા હાથમા અંગુઠમા ફ્રેકચરની ઇજા પહોચાડી, ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી ગયા હતા. આ બનાવ અંગે સારવાર લીધા બાદ બંને સખ્સો સામે કેતનભાઈએ આઇ.પી.સી. કલમ ૩૨૫,૪૫૨,૩૨૩,૫૦૪,૫૦૬(૨)૧૧૪ મુજબ ફરિયાદ નોંધાવી હતી. ભોગગ્રસ્ત યુવાનની જ્યાં દુકાન આવેલ છે તેની સામે જ આરોપી ભરતભાઈ રહે છે. સમય જતા યુવાનને આરોપી ભરતની પત્ની પુજાબેન સાથે મીત્રતાના સબંધ બંધાયો હતો. દરમિયાન બંન્નેને મોબાઈલ ફોનમાં વાતચીત ના વેવાર હતો. જેની જાણ ભરતભાઈને પત્ની સાથેનો યુવાનનો સબંધ પસંદ ન હતો. જેને લઈને પોતાના પરિચિત સાથે મળી યુવાન પર હુમલો કર્યો હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે.
દુકાન પર આવેલ બંને સખ્સોએ અંદર આવી પ્રથમ શટર બંધ કરી નાખ્યું હતું. અને બંનેએ આંતરી લઇ સખ્ત માર માર્યો હતો. તે મારી જીંદગી બરબાદ કરી નાખી છે અહીંથી જતો રહેજે એમ કહી આરોપી ભરતભાઈએ યુવાનને ધમકાવ્યો હતો. ત્યારબાદ પોતાના બનેવીના સત્યમ કોલોનીમાં આવેલ ઘરે પહોચી, બનાવ અંગે વાતચીત કરી કેતનભાઈએ જીજી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. શહેરના રણજીતનગર રોડ પર આવેલ નંદનવન પાર્કમાં રહેતા ભોગગ્રસ્ત યુવાનના પણ લગ્ન થઇ ગયા છે અને તેને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. પરિણીત યુવાનના અન્ય પરિણીતા સાથેના મૈત્રી સબંધને કારણે આ ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે.