સેમ્પલ વગર કોરોના રીપોર્ટ જોઈએ છે ? આપો છ હજાર રૂપિયા, ડોક્ટર ACBના સકંજામાં

0
683

જામનગર અપડેટ્સ : સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ફરજ બજાવતા એક મેડીકલ ઓફિસરને એસીબીએ અઢી હજારની લાંચ લેતા પકડી  પાડ્યો છે. કોરોના રીપોર્ટ પોઝીટીવ આપવા માટે ફરિયાદી પાસેથી લાંચ માંગી હોવાનું સામે આવ્યું છે. અગાઉ આરોપીએ અઢી હજારની લાંચ લઇ લીધી હોવાનું સામે આવ્યું છે.

લાંચ લેતા પકડાયેલા ડોક્ટર ગઢિયા

સુરત મહાનગરપાલિકાની સ્વીમેર હોસ્પિટલમાં ફરજ બજાવતા દિપકભાઇ વિનોદભાઇ ગઢીયાએ એક આસામીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આપવા માટે રૂપિયા છ હજારની લાંચની માંગણી કરી હતી. મેડીકલ ઓફિસરે જે તે આસામીને આધારકાર્ડની નકલ વોટ્સએપ ઉપર મોકલી આપવા કહ્યું હતું. જેથી ફરીયાદીએ પોતાના આધારકાર્ડની નકલ વોટ્સએપ ઉપર મોકલી બાદમાં  આરોપીને મળ્યા હતા ત્યારે આરોપીએ લાંચ પેટે રૂપિયા ૨,૫૦૦ની આ રકમ સ્વીકારી લીધી હતી. અને બાકીની અઢી હજારની રકમ રિપોર્ટર લેતી વખતે આપવાનું નક્કી થયું હતું. આજે ડોક્ટર ગઢિયાએ આસામીને સ્વીમેર હોસ્પિટલના ગેઇટ પાસે બોલાવ્યો હતો. આ રકમ આપવી ન હોવાથી ફરિયાદીએ એસીબીને જાણ કરી હતી જેને લઈને એસીબીએ તાત્કાલિક પ્લાન તૈયાર કરી ટ્રેપ ગોઠવી હતી. જેમાં આ અધિકારી રૂપિયા ૨૫૦૦ની લાંચ લેતા આબાદ પકડાઈ ગયા હતા. એસીબીએ મેડીકલ ઓફિસરની લાંચની રકમ સાથે ધરપકડ કરી હતી. આરીપીએ આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, કોઇપણ પ્રકારનો ટેસ્ટ કર્યા વગર રીપોર્ટ બનાવડાવી આપવા પેટે લાંચ માંગી હોવાનું સામે આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here