જામનગર રોટરી કલબના પ્રમુખ તરીકે જાણીતા સીએ ઓનલી મોદીની નિયુક્તિ

0
387

જામનગર અપડેટ્સ : જામનગર શહેરમાં માનવતાવાદી સેવા પ્રદાન કરવાના ઉમદા હેતુ માટે કાર્યરત જાણીતી વૈશ્વિક સંસ્થા રોટરી ઇન્ટરનેશનલના ડિસ્ટીક્સ 3060ની રોટરી ક્લબ ઓફ ઈમેજીકા જામનગરની શપથવિધિ સમારોહ તાજેતરમાં સેવન સીઝન્સ રીસોર્ટ ખાતે યોજાયેલ યોજાયો હતો. નવી ટર્મના હોદેદ્દારોમાં પ્રમુખ તરીકે શહેરના ખ્યાતનામ સીએ ઓનલી મોદીની નિયુક્તિ થઇ છે.

કાર્યક્રમની શરૂઆતમાં આમંત્રિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત સંસ્થાના ગત વર્ષના પ્રમુખ કર્તવ્યભાઇ પારેખ દ્રારા કરવામાં આવ્યું હતું. આ  સમારોહમાં મુખ્ય મહેમાન મેયર બીનાબેન કોઠારી, ઇન્સ્ટીલીંગ ઓફિસર રોટરના પુર્વ ડિસ. ગવર્નર ડો. બીપીનભાઈ વાધર અને અતિથી વિશેષ આસિ. ગવર્નર જીનલભાઈ ખીમશીયા, સંસ્થાના પુર્વ પ્રમુખ પ્રદયુમ્નસીંહ રાયજાદા, રોટરી ક્લબ ઓફ જામનગરના ડો. નીમેશભાઇ રાજપુત, તેમજ અનય રોટેરીયન્સ તથા આમંત્રિતો ઉપસ્થિત રહ્યા અને તેઓના હસ્તે જ દિપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહાનુભાવોનું પ્રાસંગિક પ્રવચન યોજાયું હતું. બાદમાં વર્ષ ૨૦૨૧-૨૨ નાં નવા પ્રમુખ સીએ. ઓનઅલીભાઈ મોદી, સેક્રેટરી વિશાલભાઈ દુધલા અને એકઝીકયુટીવ ટીમના સભ્યોને શપથ લેવડાવવામાં આવ્યા હતા અને સંસ્થાની પિન પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા.

નવનિયુક્ત પ્રમુખ સીએ. ઓનઅલીભાઈ મોદીએ પોતાની સ્વીકૃત સ્પીચમાં સંસ્થાના સર્વોચ્ચ પદે નિમણુંક થવા બદલ સૌનો આભાર વ્યકત કર્યો હતો અને વર્ષ ર0૨૧-૨૨માં સેવા પ્રોજેકટ દ્રારા સંસ્થાનું નામ વધુ રોશન કરવાની બાહેધરી આપી હતી. માસ્ટર ઓફ સેરેમની તરીકે રીતેશભાઇ નથવાણી અને યજ્ઞેશભાઈ નીર્મલ એ સેવા આપી હતી. જયારે વકીલ મુસ્તુફાભાઈ કપાસીએ રોટ્રેકટ મુર્તુજા કાદીયાણી, અથર્વ પાઠક તથા જયવત રાવલને ફેમીલીએન્ટરટેઇન્મેન્ટ કરાવવા બદલ પ્રોત્સાહિત કર્યા હતા.  આ સમારોહ ને સફળ બનાવવા સંસ્થાના પુર્વ સેક્રેટરી હેમલભાઇ પુરખા, દર્શીતભાઇ સોલાની, સુરેશભાઇ માતંગ, અશ્વિનભાઇ પટેલ વગેરે દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. જયારે આભારવિધિ સેક્રેટરી વિશાલભાઇ દુઘેલા દ્રારા કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here