વડોદરાનો બ્રીજ મોતની ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યો, ગમખ્વાર અકસ્માતમાં ૧૧ના મોત

0
561

જામનગર અપડેટ્સ : આજે વહેલી સવારે વડોદરાનો વાઘોડિયા ચોકડી પાસેનો ઓવરબ્રીજ યાત્રીઓની મરણ ચીસોથી ગુંજી ઉઠ્યો છે. આઈસર ટેપો અને ટ્રેઈલ વચ્ચે વહેલી સવારે ચારેક વાગ્યે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ૧૧ વ્યક્તિઓના મૃત્યુ નીપજતા વધુ એક વખત આ માર્ગ લોહીથી ખરડાયો છે. અન્ય ૧૪ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોચતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘવાયેલ પૈકીના મોટાભાગના વ્યક્તિઓની હાલત પણ અતિ ગંભીર ગણાવાઈ રહી છે. ભોગગ્રસ્તો સુરતથી આઈસરમાં બેસી પાવાગઢ પ્રવાશે જતા હોવાનું જાણવા મળ્યું છે.

આજે વહેલી સવારે વડોદરા નેશનલ હાઇવે ઉપર વાઘોડિયા ચોકડી બ્રિજ પર સુરતથી પાવાગઢ દર્શને જતા આઇશર અને તોતિંગ ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આશરે ચારેક વાગ્યે આઇસર ટેમ્પો આગળ જતા ટ્રેલરની પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ટેમ્પોમાં સવાર તમામ પ્રવાસીઓ બંને વાહન વચ્ચે ફસાઈ ગયા હતા.

આ ઘટનાને પગલે તાત્કાલિક વડોદરા પોલીસ અને ફાયરનો સ્ટાફ સ્થળ પર પહોચી ગયો હતો. પોલીસે ફાયર અને અન્ય લોકોની મદદથી બચાવ કાર્ય હાથ ધર્યું હતું. જો કે મદદ પહોચે તે પૂર્વે જ સ્થળ પર જ પ્રવાસી આઈસરમાં સવાર ૧૦ લોકોના સ્થળ પર જ મૃત્યુ નીપજયા હતા. જયારે એક ઘાયલે હોસ્પીટલમાં દમ તોડી દેતા મૃત્યાંક ૧૧ થયો હતો. જેમાં છ યુવતી-મહિલા, ત્રણ પુરુષો  અને બે બાળકોનો સમાવેશ થાય છે. આ અકસ્માતને પગલે ધોરી માર્ગ પર ટ્રાફિમજામ થઇ ગયો હતો. પોલીસ અને ફાયરે મહામહેનતે બંને વાહનમાં ફસાયેલા ઘાયલોને બહાર કાઢી  વડોદરાની સયાજી હોસ્પિટલ ખસેડયા હતા.

હાઈવે પર લોકોની મોટી સંખ્યામાં ભીડ જામી જતાં પોલીસે લોકોને હટાવવાની કામગીરી હાથ ધરી હતી.ગયો હતો. જયારે અન્ય ૧૪ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલ પહોચાડવામાં આવ્યા છે. જેમાં મોટાભાગનાની હાલત ગંભીર ગણાવાઈ રહી છે. જેને લઈને હજુ મૃત્યાંક વધવાની શક્યતા છે.

સુરતના પ્રવાસીઓ ગત રાત્રે જ સુરતથી આઈસરમાં બેસી પાવાગઢ તરફ જતા હતા ત્યારે વહેલી સવારે અકસ્માતનો ભોગ બની ગયા હોવાની વિગતો  સામે આવી છે. આ બનાવના પગલે મુખ્ય મંત્રીએ દુખ વ્યક્ત કર્યું છે. આ બનાવના પગલે કલેકટર, કમિશ્નર સહિતના સ્થળ પર દોડી ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here