વર્ષ ફળ : વૃષભ રાશિના જાતકોના સપના થશે સાકાર, અંતરાયો વચ્ચે પ્રગતી થાય

0
453

ગુરુ ગ્રહનું વર્ષફળ

નવા વર્ષની શરૂઆતમાં જ ગુરુ મકર રાશીમાંથી પસાર થતો હોવાથી અનેક તકલીફ ઉભી થાય પણ મહેનતના અંતે સૌ સારા વાના થશે, ભાગ્ય સ્થાનથી ગુરુનું ભ્રમણ ધારેલા કાર્યોને પાર પડાવશે, તમારો લાભાદિપતિ ગુરુ વર્ષની શરૂઆતમાં આઠમા ભાવે રહે છે, તે વક્રી અને માર્ગી થતાં વર્ષના અંતમાં મકર રાશિમાં નવમા ભાવે જોવા મળે છે. જેથી તમને પરિવારનો સહકાર વધુ પ્રબળ બની મળશે, ગુરુની અપાર કૃપાથી આધ્યાત્મિકતામાં સારી પ્રગતી થશે.

શનિનું ફળ કાઈક આવું છે….

નવા વર્ષના શરૂઆતમાં જ ગુરુ થોડી મુશ્કેલીઓ વધારતો જણાશે પરંતુ શની પ્રારંભમમા જ નવમા સ્થાન એટલે કે ભાગ્ય સ્થાનેથી પસાર થતો હોવાથી વર્ષોની પ્રતીક્ષામાં અટકાવેલ કાર્યો ઉકેલાશે, તમારું મન સામાજિકને બદલે રાજકીય દિશામાં વધુ જાય એવું પણ બને, જો કે સારી બાબત એ છે કે શનિજીની પનોતી ન હોવાથી મોટી ચિંતા ટળી એમ કહી શકાય. આ વર્ષે ભાગ્ય મુજબ સારા કામ મળતા રહેશે, પરંતુ બઢતી-બદલીમાં શની મદદ નહી કરે.

સ્વાસ્થ્ય અપાવી સંકટ દુર કરશે રાહુ

તમારી રાશીમાંથી પસાર થતો અલગ અલગ ક્ષેત્રમા લાભ કારક બની રહેશે. શારીરિક બીમારી સામે રાહુ ઢાલ બની ઉભો રહેશે, શરીરમાં મોટી સસ્ત્રક્રિયા વખતે પણ રાહુફળ સાનુકુળ બનીને મદદ કરશે. રાહુનું ભ્રમણ તમારી મોટાભાગની  તકલીફ દુર કરી આરામ આપશે. ક્યારેક હતાશા મળે પણ નિરાશા છોડી કાર્યમય રહેશો તો ધારી સફળતા અવશ્ય મળશે. સમગ્ર વર્ષ દરમિયાન ઉતાર-ચડાવ વચ્ચે સારો સમય ચોક્કસથી આવે,

કેવી રહેશે માનસિક સ્થિતિ

શરૂઆતના ગાળામાં જ રાહુ-ચંદ્રનું મિલન માનસિક અસંતુલન વધારનાર બની રહે. સમયાંતરે અકારણ ચિંતા અને ઉચાટ રહ્યા કરે એવું પણ બને વર્ષના મધ્યભાગમાં ગુરુ મકર રાશિમાં જતા નીચ ભંગ રાજયોગ થઇ શકે, જેના પરિણામ સ્વરૂપ માનસિક સ્થિતિને ઘણી સુધારી શકે. જયારે મે માસના ગાળામાં સૂર્ય રાહુની યુતિ હોવાથી મન વિચલિત સ્થિતિનું નિર્માણ થઈ શકે.

આવી રહેશે આર્થિક સ્થિતિ

ભાગ્યના સાથ થકી વર્ષ દરમિયાન આર્થિક સ્થિતિ બાબતે ચિંતા કરવા જેવું નથી. જે ક્ષેત્રમાં જશો ત્યાં અવશ્ય લાભપ્રદ રહેશે. તમામ ક્ષેત્રોમાંથી આર્થિક લાભ પ્રાપ્ત થાય. રોકાણમાં સારું વળતર મળવાથી આર્થિક સ્થિતિ વધુ મજબુત બનશે. રૂપિયાનો વ્યય કરતા વિચાર કરજો.

લગ્નજીવન અને દાંપત્ય

અવિવાહિત જાતકો માટે વર્ષનો શરૂઆતનો સમય ખુબજ સારો કહી સકાય અને વર્ષાન્તે લગ્ન યોગ પણ રચાય છે. જયારે વિવાહિત જાતકોના સાથીદારનું  આરોગ્ય સારું-નરશું રહ્યા કરશે જે થોડી ચિંતા વધારનારું બની રહે, જેટલી મધુરતા એટલું સમૃદ્ધ દામ્પત્ય જીવન રહેશે. સાથીદારને દુખ આપવાથી ધનહાનીની સાથે ભાગ્ય પર પણ પ્રતિકુળ અસર પડી શકે.

કેવું રહેશે સ્વાસ્થ્ય અને કેવા છે પ્રવાસ યોગ ?

સમગ્ર વર્ષ દરમ્યાન એકંદરે તબિયત સારી રહેશે. વર્ષના પ્રારંભે પિત્તજન્ય રોગોથી  સચેત રહેવું, વર્ષ દરમિયાન વાયરલ બીમારીઓ આવી શકે પણ કોઈ મોટી બીમારી નહી થતા સ્વાસ્થ્ય સારું રહેશે. અક્શ્માંતે મોટી સસ્ત્રક્રિયા ન કરવી પડે તે માટે તબિયત સાચવવા પર ભાર મુકવો હિતાવહ છે. પ્રવાસ યોગ બનશે પણ બની શકે તો આ વર્ષે લાંબા પ્રવાસ ટાળવા, ધાર્મિક યાત્રા કરવાથી  વધુ લાભ થશે મન પ્રફુલ્લિત રહેશે.

સંતાન અને અભ્યાસ

બાળકોની અભ્યાસમાં પ્રગતી જનતા તમારું મન પ્રફુલિત રહેશે. જયારે સંતાન વિહોણા દંપતીને સંતાનપ્રાપ્તિ થઇ શકે છે. જે જાતકો કે જાતકોના સંતાનો સંશોધન ક્ષેત્ર સાથે જોડાયેલ હોય તો લાભકરતા બની રહેશે. ઉચ્ચ અભ્યાસમાં  નાની નાની સમસ્યાઓ આવતી જણાય, જોકે અભ્યાસ તરફની જીજ્ઞાસા તમને ફાયદાકારક પરિણામ તરફ દોરી જશે.

નોકરી, ધંધો અને કૃષિ

વર્ષના શરૂઆતમાં જ ધંધા વ્યવસાય અને નોકરીની નાની નાની સમસ્યાઓ આવતી રહે, પણ મન મુકીને કાર્ય કરવાથી તમામ સમસ્યાઓ દુર થતી જણાય, જુના ધંધામાં બરકત ન હોય તો નવું પ્રસ્થાન કરવું હિતાવહ છે. નોકરિયાત વર્ગ માટે તા.30-04-2021 પછીનો સમયગાળો સારો રહેશે. તમારા સાહેબો સાથે સાનુકુળતા રહે એવું વર્તન કરવું અન્યથા નોકરી પર સંકટના વાદળો મંડરાશે. જયારે ખેતી કરતા જાતકોને  મહેનતની પરિણામ મળશે. પાકમાં રોગચાળો ન આવતા આર્થિક સ્થિતિમાં વધારો કરાવશે.
જમીન – મકાન – સંપત્તિ

વર્ષના પ્રારંભથી જ સ્થાવર મિલકતમાં લાભ થતો જણાય. આપની અગાઉ લીધેલી જમીનથી લાભ મળી શકે છે. વાહન લેવાના વિચાર અંગે સમજીને નિર્ણય લેવો. જો ભાડાના મકાનમાં રહેતા હો, તો આ વર્ષે પોતાનું મકાન થઇ શકે. જૂનું મકાન વેચવાના પણ યોગ સર્જાય. આપના નામે જે કંઈ સંપત્તિ હશે તેનો આ વર્ષ દરમ્યાન લાભ થઇ શકે. કોઈ પણ રોકાણ આપના માટે નુકસાનકારક નથી, પરંતુ સમજી-વિચારીને કરેલું રોકાણ આપને ભવિષ્યમાં ફાયદો કરાવી શકશે.

શત્રુકોર્ટકચેરી

જો કે શત્રુઓથી સાવધાની જ રાખવાની હોય, પણ તમારે વિશેષ ધ્યાન રાખવું પડે, કોઈ પણ સંબંધોમાં ઉતાવળ ન કરવી. કોઈ વ્યક્તિ સાથે અણબનાવ કે ઝઘડો સમાધાનમાં પરિણમે એવા સંજોગો ઉભા કરવા, જુના કેસનો નિર્ણય તમારા તરફે ન પણ આવી શકે કે વધારે મુદ્દત પડે તો સમાધાનકારી વલણ યોગ્ય રહેશે. કોઈ પ્રકારના દસ્તાવેજો, કાગળોનો અભ્યાસ કાર્ય બાદ જ અંતિમ રૂપ આપવું,

વિદેશ યોગ

વિદેશમાં કારકિર્દી કોને  ન ગમે ? તમે કારકિર્દી વિદેશમાં બનાવવા માંગતા હોવ તો આ વરસ ફળદાયી બની રહેશે. વિદ્યાર્થી જાતકોએ કારકિર્દી માટે પરદેશની સંસ્થામાં વિદ્યાભ્યાસની તક મેળવી શકે છે. તા. 15-03-2021 થી 15-06-2021 સુધી વિદ્યાભ્યાસ યોગ જોવા મળે છે. વિદેશ જવા માટેની તમામ પ્રક્રિયા વિના મુશ્કેલીએ પાર થતી જણાય,

નડતર નિવારણ

સોમવારે સવારે સ્નાન કર્યા બાદ લાલ આસન ધારણ કરી  પૂર્વ દિશામાં બેસી મંત્રોચાચાર કરવા યોગ્ય રહેશે. ઓમ સોમેશ્વરાય નમઃ મંત્રની 11 માળા રોજ કરવી અને લાલ ફૂલોથી તથા ભસ્મથી શંકર ભગવાનની પૂજા કરવી, પૂજા દરમિયાન ભગવાનનો જુદા જુદા દ્રવ્યોથી અભિષેક કરવાથી જીવનની  સમસ્યાઓ દુર થતી જણાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here