સ્તુત્ય કાર્ય : યાર્ડ બહાર મગફળી ભરેલ વાહનોની લાંબી કતારો, ખેડૂતોની વ્હારે જામનગર યાર્ડ, આવું કર્યું કામ

0
624

જામનગર અપડેટ્સ : દિવાળીના મીની વેકેશન બાદ આજ થી જામનગર માર્કેટિંગ યાર્ડમાં જણસોની આવકની શરૂઆત થશે. જો કે લાભ પાચમની બોણીના સોદાઓનો લાભ લેવા માટે જામનગર ઉપરાંત જીલ્લાભરના ખેડૂતો મંગળવાર સાંજથીથી મગફળી ભરેલ વાહનો સાથે યાર્ડ પહોચ્યા હતા.

એક પછી એક વાહનો આવતા ગયા અને કતારો થતી ગઈ રાત સુધીમાં યાર્ડ અને શહેરને બંને તરફથી જોડતો રસ્તા પર મગફળી ભરેલ વાહનોના થપ્પા લાગી ગયા હતા. સાંજથી જ ખેડૂતોનો પ્રવાહ યાર્ડ તરફ વળતા માર્કેટિંગ યાર્ડ સતાધીસો અને વહીવટી ટીમે સ્તુત્ય કાર્ય કર્યું હતું.

જ્યારથી જામનગર યાર્ડમાં ખરીફ જણસીઓની આવક શરુ કરવામાં આવી છે ત્યારથી દર ત્રીજા દિવસે આવક બંધ કરવાની નોબત આવી છે. કેમ કે વિપુલ ખરીફ ઉત્પાદનને પગલે યાર્ડ તરફ વળેલ ખેડૂતોના પ્રવાહને લઈને યાર્ડ જણસોથી છલકાઈ જાય અને અને નવી જણસી માટે જગ્યાનો અભાવ નડતર રૂપ થતા આવક બંધ કરવાનો વારો આવ્યો હતો. ખુલ્લા માર્કેટની આવક વચ્ચે ટેકાના ભાવની ખરીદ પ્રક્રિયા શરુ કરવાની તજવીજ હાથ ધરવામાં આવતા ખેડૂતોનો પ્રવાહ બેવડાયો હતો. જો કે આ વખતે જામનગર યાર્ડના ખુલ્લા બજારમાં રાજ્યમાં સૌથી વધુ  ભાવ બોલાતા અને દિવસેને દિવસે સતત થતા ભાવમાં ઉછાળાને લઈને પણ અન્ય જિલ્લાઓમાંથી ખેડૂતોનો પ્રવાહ જામનગર યાર્ડ તરફ વળ્યો હતો.

દિવાળીની  રજાઓ બાદ આવતી કાલથી રાતથી જ સતત વાહનોની આવકને લઈને છેલ્લા એક મહિનાથી જામનગર યાર્ડ રોડ પર સવારે વાહનોના થપ્પા જોવા મળતા આવ્યા છે. આ પ્રવાહ વચ્ચે દિવાળી આવી જતા યાર્ડમાં મીની વેકેશન પડ્યુ હોય તેમ ચાર દિવસ આવક બંધ રાખવામાં આવી હતી. દિવાળીના તહેવારોં પૂર્ણ થઇ જતા આજથી યાર્ડની ખરીદી પ્રક્રિયા શરુ કરવા આવી છે. અગાઉથી જ નક્કી થયેલ સમયને ધ્યાને રાખી લાભ પાચમનો લાભ લેવા માટે ખેડૂતોનો પ્રવાહ વધુ એક વખત યાર્ડ તરફ દોરાયો છે.

જામનગર માર્કેટિંગ યાર્ડ દ્વારા દિવાળી પૂર્વે જ રજાઓ જાહેર કરવામાં આવી હતી. તા.૧૩ થી ૧૮ દરમિયાન છ દિવસ સુધી યાર્ડમાં હરાજી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જો કે તા. ૧૮ના રોજ માત્ર મગફળીની આવક જ શરુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેને લઈને તા. ૧૭ની સાંજથી જ ખેડૂતોનો પ્રવાહ  યાર્ડ તરફ વળ્યો હતો. રાત્રે બાર વાગ્યા સુધીમા તો મગફળી સાથેના વાહનોની કતારો લાગી ગઈ હતી. હજુ તહેવારની મોષમ હોવાથી યાર્ડ બહાર પણ હોટેલો બંધ છે ત્યારે ખેડૂતો માટે ભોજનની સમસ્યા ઉભી થઇ હતી.

આ પરિસ્થિતિને લઈને યાર્ડના ચેરમેન રાઘવજીભાઈ પટેલ, વાઈસ ચેરમેન ધીરુભાઈ સહિતના સતાધીસોએ ખેડૂતલક્ષી અભિગમ અપનાવી, વાહન સાથે આવેલ કોઈ ખેડૂત ભૂખ્યો ન રહે તે માટે યાર્ડ દ્વારા ભોજન વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. રાત્રીના બાર વાગ્યા સુધી યાર્ડમાં આવેલ દરેક વાહનમાં હાજર ખેડૂતોને ભોજન આપવામાં આવ્યું હતું. જેને લઈને ખેડૂતોએ પણ યાર્ડ સતાધીશોનો આભાર માન્યો હતો. યાર્ડ દ્વારા તમામ ખેડૂતોને ટોકન આપવામાં આવ્યા હતા. આજે યાર્ડ પહોચેલ ખેડૂતોની મગફળી આજે સવારે અગ્યાર વાગ્યાથી ત્રણ વાગ્યા સુધીમાં ઉતારી લેવામાં આવશે અને આવતી કાલથી હરાજી પ્રક્રિયા શરુ થશે એમ યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલે જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here