જામનગર : દિવાળીએ સર્જી હોળી, કયાંક છરીબાજી તો ક્યાંક હત્યા પ્રયાસ સુધીની વારદાત

0
825

જામનગર અપડેટ્સ : જામનગર જીલ્લામાં દિવાળીના ફટાકડા ફોડતી વેળાએ જામનગર શહેર સહિત જિલ્લાભરમાં મારામારીના છ બનાવો નોંધાયા છે. કોઈક હાથાપાઈ પર ઉતરી આવ્યું તો કોઈક પાઈપ અને છરી લઇ મેદાનમાં આવ્યા, ઉજાણીનો આ ઉત્સવ અનેક જગ્યાએ મારામારીમાં પલટાયો હતો.

જામનગરમાં દિવાળીના દિવસે રાત્રે નવેક વાગ્યે વિકાસ સ્કુલ સામે ઇન્દ્રદીપ સોસાયટી એ-૧ બ્લોક ન ૦૧ મા શ્રીજી સીઝન સ્ટોર નામની દુકાનમા ફટાકડા લેવા આવેલ લાલ ઝાલા અને એક સફેદ ટીશર્ટ પહેરેલ એક સખ્સે ફટાકડા ખરીદી પૈસા આપવા બાબતે દુકાનદાર બાલક્રુષ્ણ ભગવાનજી જામવેચા સાથે બોલાચાલી થઇ હતી. બંને આરોપીઓ પાસેથી પૈસા માંગતા બંને ઉસ્કેરાઈ ગયા હતા.

વાણીવિલાસ આચરી દુકાનદારને જાપટ મારી દુકાનની બહાર જઇ લાલાએ મોબાઇલ ફોન કરી બોલાવી અન્ય આરોપીને બોલાવી લઇ દુકાનમા ગેરકાયદેર અપપ્રવેશ કરી દુકાનદાર પ્રૌઢ તેમન પારસભાઇને છરી, ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મફતમાં ફટાકડા લેવા બાબતે બંને આરોપીઓએ બોલાચાલી કરી માર મારી ધમકી આપી હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

જયારે શહેરમાં નવાગામઘેડ ખડખડનગર બાપાસીતારામ ચોકમા શાળા નં.૨ ની બાજુમા રહેતા પ્રદિપભાઈ ભીમજીભાઈ કંસારા સંજયસિંહ બહાદુરસિંહ જાડેજાએ લાકડાના ધોકા વડે હુમલો કરી માર મારી પગના ભાગે ફેકચર સહિતની ઈજાઓ પહોચાડી હતી. આ બનાવ અંગે પ્રદીપ ભાઈએ સંજયસિંહ ઉપરાંત રવીરાજસિંહ કાળુભા જાડેજા અને ઘોઘો રહે.બધા નવાગામઘેડ ખડખડનગર બાપસીતારામ ચોક શાળા નં.૨ પાસે જામનગર વાળા સખ્સો સામે સીટી બી ડીવીજન પોલીસમાં આઈપીસી કલમ ૩૨૫,૩૨૩,૫૦૪,૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫(૧) મુજબ ફરિયાદ નોંધાવી હતી

જેમાં યુવાન તેના મોટાભાઇ કિરીટભાઈ તથા તેના મિત્ર મુકેશભાઈ ત્રણેય ઘરની બહાર વાત ચીત કરતા હતા ત્યારે ત્રણેય આરોપીઓ ત્યા ફટકડા ફોળતા હતા. આડા રોકેટ રાખીને આતશબાજી કરતા સખ્સોને યુવાન સમજાવવા ગયા હતા. સમજે તે પૂર્વે તો આરોપી સંજયસિંહે ગાળો બોલી, જમણા પગમા લાકડાનો ધોકો મારી ફેક્ચરની ઈજા પહોંચાડી તથા અન્ય બે આરોપીઓએ ઢીકા પાટુનો માર મારી મુંઢ ઈજા પહોંચાડી હતી.

જયારે તા. ૧૫મીના રોજ મોડી રાત્રે મચ્છરનગર ગગેશ્વર મહાદેવના મદીર પાસે ક્રીપાલસીંહ સુરુભા જાડેજા રહે.મચ્છરનગર રુમ ન ૫૪ લખુભાઇ ડીશવાળા ચોકની બાજુમા વાળા યુવાન પર હીરેન ઝાલા અને રવીરાજસીંહ રાજેન્દ્રસીંહ જાડેજા નામના સખ્સોએ હુમલો કર્યો હતો. બંને સખ્સોએ ક્રિપાલસિંહને મારી નાખવાના ઇરાદે છરી વડે હુમલો કરી, ડાબા પડખામા તથા માથામા પાછળના ભાગે તથા જમણા હાથની આગળીમા તથા આગળ ગુપ્ત ભાગે છરીના ઘા મારી ગંભીર ઇજા પહોચાડી હતી.

આ વારદાતને અંજામ આપી બંને સખ્સો નાશી ગયા હતા. દરમિયાન લોહી લુહાણ યુવાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર લીધા બાદ યુવાને બંને સખ્સો સામે આઈપીસી કલમ ૩૦૭, ૫૦૪,૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫(૧) મુજબ સીટી બી ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપીઓ મકાનની છત ઉપરથી સળગતા ફટાકડા ના નીચે ઘા કરતા હતા. ત્યારે યુવાન એક ફટાકડો યુવાનના મોટર સાયકલ પાસે પડયો હતો જેથી યુવાન બંને આરોપીઓ પાસે જઈ નીચે ફટાકડાના ઘા કરવાની ના પાડી હતી. જેથી ઉસ્ક્રાઈ ગયેલ આરોપીઓએ બીભત્સ વાણી વિલાસ આચરી હુમલો કરી દીધો હોવાનું પોલીસમાં જાહેર થયું છે. ગંભીર રીતે ઘવાયેલ યુવાનની હાલત ગંભીર ગણાવાઈ રહી  છે. આ બનાવ અંગે સીટી બી ડીવીજન પીઆઈ ગાધે સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

જયારે શહેરના ટી..બી. હોસ્પીટલની સામે પ્રતીક એપાર્ટમેન્ટની બાજુમાં “મોડેરેજામ” માં રહેતા જયદીપસિંહ પ્રવિણસિંહ જાડેજા નામના યુવાન પર  દિવ્યરાજસિંહ ગોહીલ, યુવરાજસિંહ ગોહીલ બન્ને રહે – લીંમડા લાઇન અને હરદીપસિંહ જાડેજા, રહે –  ટી.બી. હોસ્પીટલની સામે જામનગર તથા અન્ય બે   અજાણ્યા સખ્સોએ હુમલો કર્યો હતો. જેમાં પાંચેય આરોપીઓએ યુવાન સામે ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી કરી, ઝગડો કરી, મુંઢ માર માર્યો હતો.

ત્યારબાદ બાદ આરોપી દિવ્યરાજ અને અન્ય બે અજાણ્યા ઇશમોએ અગાઉના ઝગડા બાબતનો ખાર રાખી, બોલાચાલી કરી, ભુંડાબોલી ગાળો કાઢી, ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે પોલીસે પાંચેય સખ્સો સામે આઈપીસી કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ મુજબ ફરિયાદ નોંધી  આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઉપરાંત લાલપુર તાલુકાના જોગવડ ગામે દિવાળીના દિવસે મોડી રાત્રે સાડા દસેક વાગ્યે ગામ પાદરમા પંચાયત ઓફીસ પાસે નરેન્દ્રભાઇ ગંગારામભાઇ વાસુ નામના યુવાન પર પ્રકાશભાઇ સુભાષભાઇ મથર, કમલેશભાઇ, પીયુષભાઇ અને સાગરભાઇ નામના સખ્સોએ ઉસ્કેરાઈ જઈ, લાકડાના ધોકા વડે હુમલો કરી યુવાનને ડાબા હાથે મારી ફેકચર સહિતની ઈજા પહોચાડી હતી, અન્ય આરોપીઓએ ઢીકા પાટુનો માર મારી શરીરે મુંઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી હતી.

આ બનાવ અંગે યુવાને આરોપીઓ સામે આઈપીસી કલમ ૩૨૩,૩૨૫,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જીપી એકટ ક.૧૩૫(૧) મુજબ ફરિયાદ નોંધાવી હતી જેમાં રાતે દશેક વાગ્યે યુવાને ગામના પાદરમા પંચાયત ઓફીસ પાસે રાખેલ બાઈક લેવા ગયો હતો ત્યારે આરોપીઓએ ત્યાં ફટાકડા ફોડતા હતા. જે સખ્સોને ફટાકડા દુર ફોડવાનું કહેતા તમામે સાથે મળી ઉસ્કેરાઈ જઈ, બોલાચાલી કરી હુમલો કર્યો હોવાનું સામે આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here