દ્વારકા: તાહિર અને અન્ય સખ્સોએ શું કર્યું કે બે કોમ વચ્ચે તનાવ સર્જાયો?

0
1177

દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકા ખાતે દર રામનવમીના દિવસે ભવ્ય શોભા યાત્રાનું આયોજન કરવામાં આવે છે. શોભા યાત્રા પૂર્ણ થયા બાદ ભથાણ ચોકમાં આવેલ જામા મસ્જીદ પાસે તાહિર કારાણી અને તેની સાથેના અન્ય પાંચ-છ સખ્સોએ હિંદુ યુવાનોની નજર સામે કેશરી ઝંડો સળગાવી હિંદુ-મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય ઉભું કરવાનો પ્રયાસ કર્યો હતો. જેની સામે હિંદુ યુવાનોએ પ્રતિકાર કરતા આરોપીએ જપાજપી કરી દ્વારકામાં બે કોમ વચ્ચે હિંસા ફેલાય તેવું વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ કરતા સનસનાટી મચી જવા પામી હતી. જીલ્લા પોલીસ વડા સહિતનો કાફલાએ આખી  રાત દ્વારકામાં ધામા નાખી રાત્રી પેટ્રોલિંગ કરી શાંતિ જાળવવા અપીલ કરી હતી. બીજી તરફ  જે સખ્સે કૃત્ય આચર્યું હતું તે સખ્સની સામે ફરિયાદ નોંધી તાત્કાલિક તપાસ હાથ ધરી પોલીસે પકડી પાડ્યો છે.

દ્વારકામાં ગઈ કાલે ભવ્ય રામસવારી શોભા યાત્રા નીકળી હતી. રાષ્ટ્રપતિના કાર્યક્રમને લઈને દ્વારકા સજ્જડ પોલીસ કિલ્લેબંદીમાં ફેરવાયું હતું. બપોર બાદ નીકળેલ સોભાયાત્રમાં સાધુ સંતો અને આગેવાનો સહીત શહેરની ધર્મપ્રેમી જનતા જોડાઈ હતી. સાંજે સાડા પાંચ વાગ્યાથી રામધુન મંદિરથી શરુ થયેલ શોભા યાત્રા, ત્રણ બતી ચોક, હોમગાર્ડ ચોક, જોધાભા માણેક ચોકથી લઇ ભથાણ ચોક  વિસ્તારથી લઇ પરત રામધૂન મંદિર ફરી હતી. આ શોભા યાત્રા પૂર્ણ કરી જય ચંદુલાલ જગતિયા, ધનાભા કોયાભા અને નીલેશ સુમણીયા સહિતના મિત્રો ભથાણ ચોક પાસેથી પસાર થતા હતા ત્યારે આરોપી તાહિર કોયાણી અને તેની સાથેના અન્ય પાંચ છ સખ્સોએ શોભાયાત્રા માટે બનાવવામાં આવેલ કેશરી કલરની જંડી લઇ જાહેરમાં રાખી સળગાવી હતી અને બે કોમ વચ્ચે વૈમનસ્ય ઉભું થાય તેવી ભાષા બોલવા લાગ્યા હતા. જેને લઈને નીલેશભાએ તેઓને રોકવાનો પ્રયાસ કર્યો હતો.આ બનાવના પગલે લોકો એકત્ર થઇ ગયા હતા. સ્થિતિ તંગ બની જતા તાહિર અને અન્ય સખ્સો નાશી ગયા  હતા. જયારે નીલેશભાએ ૧૦૦ નંબરમાં ફોન કરી પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોચી હતી.

પોલીસ પહોચી ત્યારે ૧૦૦ ઉપર લોકોનું ટોળું એકત્ર થયું હતું. જેને લઈને પોલીસે વધુ પોલીસ બોલાવી હતી. આ બનાવની જાણ થતા જ પોલીસ વડા નીતેશ પાંડેય અને અન્ય અધિકારીઓ દ્વારકા પહોચ્યા હતા. આ બનાવ હિંદુ-મુસ્લિમ કોમ વચ્ચે વધુ હિંસા ન ફેલાવે તે માટે એસપી પાંડેએ તાત્કાલિક અન્ય જગ્યાએથી પોલીસ બોલાવી દ્વારકામાં લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો હતો. ત્યારબાદ તુરંત બંને કોમના આગેવાનો સાથે તાબડતોબ મીટીંગ બોલાવી બંને કોમ વચ્ચે  શાંતિ જળવાય તેવી અપીલ કરી હતી. બીજી તરફ આ બનાવ અંગે નીલેશભાએ આરોપી તાહિર અને અન્ય સખ્સો સામે દ્વારકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી મુખ્ય આરોપી તાહિરને પકડી પાડ્યો હતો. આ બનાવના પગલે દ્વારકા આખી રાત ગલીએ ગલીએ  લોકોના ટોળા જોવા મળ્યા હતા. પોલીસે તમામને ઘરમાં રહેવા અને શાંતિ જાળવવા અપીલ કરી હતી. જોકે રાતભર કોઈ અન્ય બનાવ બન્યો ન હતો.

નોંધ: સભ્ય સમાજમાં ભાઈચારો અને કોમી એકતા જળવાઈ રહે એ જામનગર અપડેટ્સની નેમ છે.. આ હેતુથી ઘટનાનો એક પણ ફોટોગ્રાફ્સ અપલોડ કર્યો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here