જામનગર: રીક્ષા ચાલકે ડ્રાઈવિંગ સાથે દારૂનો ધંધો કરી જ નાખ્યો, પણ કમનશીબી…

0
1010

જામનગરમાં મોહનગરમાં પોલીસે દરોડો પાડી રીક્ષા ચાલક સહીત બે સખ્સોને ૧.૫૭ લાખની કીમતના ૩૧૫ બોટલ દારૂના જથ્થા સાથે પકડી પાડ્યા છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં અન્ય એક સખ્સની સંડોવણી ખુલવા પામી છે. પોલીસે આ સખ્સને ફરાર જાહેર કરી બંને સખ્સોની પૂછપરછ કરવા કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

જામનગરમાં મોહનનગર આવાસની સામે અવાવરૂ જગ્યાના ભાગે જાહેરમા સીટી એ ડીવીજન પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં વામ્બે આવાસમા રહેતો  મયુર ઉર્ફે મયલો કરશનભાઈ ભાટિયા અને આશીષભાઇ ઉર્ફ ટકો ગોપાલભાઇ ચાવડા રહે.વામ્બેઆવાસ મોમાઇ પાન સારે રેતીના સટ્ટા પાસે વાળા સખ્સો જીજે ૧૦ ટીવી ૧૩૭૧ નમ્બરની રીક્ષા સાથે આબાદ પકડાયા હતા.

પોલીસે આ બંને સખ્સોના કબજામાંથી રૂપિયા ૧,૫૭૦૦૦ની કીમતનો ૩૧૫ બોટલ દારૂ કબજે કર્યો હતો. પોલીસે દારૂ કબજે કરી આરોપીની પ્રાથમિક પૂછપરછ કરી હતી જેમાં આ જથ્થો અશોક ઉર્ફ મીર્ચી ખટાઉભાઇ મંગે રહે. દિ પ્લોટ ૬૫ જામનગર વાળાએ સપ્લાય કર્યો હોવાની હકીકત સામે આવી હતી. જેને લઈને પોલીસે આ સખ્સને ફરાર જાહેર કરી, તેના સુધી પહોચવા માટે પકડાયેલ બંને સખ્સોના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી  છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here