અનલોક-૨, શું કરશો ? શું નહી ? આ રહી સંપૂર્ણ વિગતો

0
647

જામનગર : જામનગર સહિત જીલ્લાભરમાં આજથી અનલોક બે પીરીયડની શરૂઆત થઇ છે. સરકાર દ્વારા વધુ છૂટછાટ આપવામાં આવી છે તેમજ અમુજ બાબતોમાં પ્રતિબંધ જાળવી રાખ્યા છે. અનલોક-બે પીરીયડમાં કેવી છૂટછાટ રહેશે અને કેવા પ્રતિબંધ ? આવો નજર કરીએ કલેકટરના જાહેરનામાં ઉપર.

જામનગર જિલ્લામાં જાહેર કરવામાં આવેલ કોવિડ-19 ક્નટેઇન્મેન્ટ એરીયામાં ફકત આવશ્યક સેવાઓ જ સવારે સાત વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી સુધી ચાલુ રહી શકાશે. ક્નટેનમેન્ટ ઝોનમાં રહેતા શ્રમિકો, દુકાનદારો કે કર્મચારીઓ ક્ધટેનમેન્ટ ઝોનની બહાર અવર-જવર કરી શકશે નહીં. જો કે અન્ય વ્યાપારીક પ્રવૃતિઓ જાહેર કરેલ કોવિડ-19 ક્નટેઇન્ટમેન્ટ એરીયા-માઇકો ક્નટેઇન્ટમેન્ટ એરીયા બહારના વિસ્તારમાં ચાલુ રહી શકશે. દુકાનો રાતના આઠ વાગ્યા સુધી જયારે રેસ્ટોરન્ટ રાત્રીના નવ વાગ્યા સુધી ખુલી રાખી શકાશે.

 સમગ્ર જામનગર જિલ્લાના વિસ્તારમાં કોરોના વાઇરસનું સંક્રમણ ન ફેલાય તે હેતુથી કોઇપણ વ્યક્તિએ બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળવું નહીં કે અવર-જવર કરવી નહી. કોઇપણ વ્યક્તિ-સંસ્થા કોરોના વાયરસ અંગેની કોઇપણ પ્રકારની અફવા કે પ્રિન્ટ સોશ્યલ મીડીયા મારફતે ફેલાશે તો તે ગુન્હો ગણાશે અને તેમના વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

જો કોઇ નાગરીક જાહેર થયેલ કોરોના વાયરસ પોઝીટીવ વિસ્તાર/દેશ માંથી આવ્યો હશે તો તેમણે નજીકની સરકારી હોસ્પિટલ અથવા શહેર/જિલ્લાના કંટ્રોલરૂમ નં. 0288-2553404 અથવા હેલ્પલાઇન નં. 104 પર આ અંગે ફરજીયાત જાણ કરવાની તથા જરૂરી માહિતી આપવાની રહેશે. સરકારના સક્ષમ વહીવટી વિભાગની સુચના અનુસાર હોમ કવોરન્ટાઇન કે આઇસોલેકશનનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે. જો તેમ કરવામાં નહીં આવે તો તેમને ફરજીયાત પણે જિલ્લાના કોરન્ટાઇન વોર્ડમાં ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે. જો તેમ કરવામાં નહીં આવે તો તેમને ફરજીયાત પણે જિલ્લાના કોરન્ટાઇન વોર્ડમાં ખસેડી ધી એપેડેમીક ડીસીંગ એકટ-1897 ની જોગવાઇ મુજબ દંડનીય અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


આ પ્રવૃતિઓ પર રહેશે પ્રતિબંધ

શહેર જીલ્લાની તમામ સરકારી કે ખાનગી શૈક્ષણીક સંસ્થાઓ, કોલેજ, શાળા ટ્યુશન કલાસીસ, રીસર્ચ, તાલીમ અને કોચિંગ વિગેરે સંસ્થાઓ બંધ રહેશે. (વહીવટી કાર્યાલય ચાલુ રાખી શકાશે.) ઓનલાઇન તેમજ ડિસ્ટન્સ લનીંગ ચાલુ રહી શકશે., તમામ સિનેમા હોલ્સ, જીમખાના, સ્વિમિંગ પુલ, મનોરંજન પાર્ક, થિયેટર, બાર, ઓડીટોરીયમ, એસેમ્બરલી હોલ જેવી જગ્યાઓ બંધ રાખવાની રહેશે.
તમામ સામાજીક-રાજકીય-રમત-ગમત-મનોરંજન-શૈક્ષણિક-સાંસ્કૃતિક-ધાર્મિક કાર્યક્રમો કે અન્ય મેળાવડાઓ-સંમેલનો તેમજ આ પ્રકારના તમામ સ્થળો કે જયાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય તેવા સ્થળો પર પ્રતિબંધ રહેશે.
બિન આવશ્યક પ્રવૃતિઓ માટે રાતના દસ  વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધી વ્યક્તિઓની અવર-જવર પર સંપુર્ણપણે પ્રતિબંધ (રાત્રી કર્ફફુ) રહેશે. તેમજ તેનું કડકપણે પાલન કરવાનું રહેશે.
૬૫ વર્ષથી વધુ ઉંમર ધરાવતી વ્યક્તિઓ, ગંભીર બીમારી હોય તેવી વ્યક્તિઓ, સગર્ભા, મહીલાઓ તેમજ ૧૦ વર્ષથી નીચેના બાળકોએ આવશ્યક જરૂરીયાતો તેમજ આરોગ્ય હેતુથી બહાર નીકળવું અત્યંત જરૂરી હોય તે સિવાય ઘરે જ રહેવાનું રહેશે.

જાહેરનામાંનો ભંગ થાય તો ????

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ વિરુધ્ધ પગલા લેવા માટે ધી એપેડેમીક ડીસીઝ એકટ-1897 ની કલમ-3 ભારતીય દંડ સહિતા તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ-2005 ની કલમ 51 થી 58 ની જોગવાઇ મુજબ શિક્ષાનેપાત્ર થશે. આ જાહેરનામાના ભંગ કરનાર ઇસમો વિરુધ્ધ ફરીયાદ દાખલ કરવા માટે થાણાના હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવે છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here