જોડિયા: તમામ તંત્રને આંખ મીચી લેતા રેંજ પોલીસે ખનીજ ચોરી કૌભાંડ ઉજાગર કર્યું

0
742


જામનગર :
જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના બાલંભા ગામે રેંજ પોલીસે દરોડો પાડી કરોડો રૂપિયાની કિંમતના વાહનો સાથે દિનદહાડે-બેરોકટોક ખનીજ ચોરી કરતા ૧૬ સખ્સોને પકડી પાડ્યા છે, જો કે આ પ્રકરણના મુખ્ય છ સુત્રધારો ફરાર દર્શાવાયા છે. પોલીસે દોઢ કરોડના વાહનો કબજે કરી ફરિયાદ નોંધાવવા કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ આર આર સેલ પોલીસના પીએસઆઈ ચૌહાણ સહિતની ટીમના સંદિપસિંહ ઝાલા, શિવરાજભાઇ ખાચર તથા કમલેશભાઇ રબારીએ આજે જોડિયા તાલુકાના બાલંભા ગામે ખનીજ ચોરી સંબંધીત દરોડો પાડ્યો હતો. જેમાં ખારા તરીકે ઓળખાતા વિસ્તારમાં સરકારી ખરાબામાંથી  હમીરભાઇ મેપાભાઇ પીઠમલ તથા સુરેશભાઇ પુનાભાઇ જાદવ રહે. બન્ને ગામ.તારાણા તા.જોડીયા, અશોકભાઇ મેસુરભાઇ બસીયા, જીતુભાઇ કાળુભાઇ વધોરા રહે. બન્ને ગામ મોરાણા તા.જોડીયા,  ધનુભા વેરૂભા જાડેજા, જગદીશસીંહ મહીપતસીંહ જાડેજા રહે. ગામ.તારાણા તા.જોડીયા જી.જામનગરવાળાઓ બેરોકટોક રેતીનું ઉતખન્ન કરી ખનીજ સગેવગે કરી કૌભાંડ ચલાવતા હોવાનું સામે આવ્યું હતું. આ શખ્સોએ  નવશાદ આલમ ઓકીલ અંસારી, ભરતગીરી અરજણગીરી ગોસાઇ , નરેશભાઇ દીનેશભાઇ ડામોર, રાજેશ પ્રભુલાલ ભવાનભાઇ બશીયા, જયપાલસીંહ મેરૂભા વજુભા જાડેજા , વીરાભાઇ નાજાભાઇ વશ્રરામભાઇ ખરા, રમજાન મહમદ વાધેર,  ઇમરાન મુસાભાઇ રાયબભાઇ વાધેર, બાબભા બનુભા જાડેજા , રાકેશ સતનાભાઇ ડામોર,  કરશનભાઇ વરજાંગભાઇ આલ,  હમીરભાઇ મેપાભાઇ પીઠમલ આહિર, ભાવેન્દ્રસીંહ ધનુભા મેરૂભા જાડેજા, ધનુભાઇ મેરૂભા જાડેજા, જગુભા વેરૂભા જાડેજા, રામભાઇ લાખાભાઇ ડાંગરને સાઇટ ચલાવવા અને ઉત્ખન્ન કરવા રોકયાં હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે આ 16 શખ્સોની ધરપકડ કરી હતી. રેન્જ પોલીસે આ શખ્સો અને તેના કબ્જામાંથી રેતી ઉત્ખન્ન કરતા એક હીટાચી, બે જેસીબી અને અન્ય નવ ડમ્પર સહિત તથા બે ટ્રેકટર સહિત દોઢ કરોડના વાહનો કબ્જે કર્યા હતાં. સ્થાનિક લોકો દ્વારા રેતી ચોરી બાબતે જોડીયા મામલતદાર, જોડીયા પોલીસ, જિલ્લા ખાણ-ખનીજ તંત્ર સહિતનાઓને અનેક વખત રજુઆતો કરી હતી પરંતુ એકપણ તંત્રએ ધ્યાન નહીં આપતા કે બે ધ્યાન બની જતાં ખનીજ ચોરો દિન દહાડે કૌભાંડ ચલાવતા થઇ ગયા હતાં. લોકલ તંત્રના આંખ આડા કાનને લઇને ગઇકાલે રાજકોટ રેન્જ પોલીસે આ વિસ્તારમાં કાર્યવાહી કરી હતી. હવે આ પ્રકરણમાં ખાણ ખનીજ તંત્ર જંપલાવી કડક કાર્યવાહી કરી એમ ગ્રામજનો ઇચ્છી રહ્યા છે. તેમજ દર મહિને તગડો પગાર લેતા સ્થાનિક મામલતદાર કચેરીના સ્ટાફ, પોલીસ અને અન્ય લગત પ્રશાંસનના સરકારી બાબુઓ સામે સરકાર કેવા પગલા ભરે છે તે જોવાનું રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here