તરાપ : જામજોધપુરનો પરેશ દારુ સાથે જિલ્લામાં પ્રવેશે તે પૂર્વે રાજકોટ પોલીસનું ઓપરેશન

0
671

જામનગર અપડેટ્સ : જામનગર જીલ્લાના જામજોધપુર રહેતા બુટલેગર દ્વારા રાજસ્થાનથી મંગાવવામાં આવેલ વિદેશી દારૂનો જથ્થો રાજકોટ પોલીસે પકડી પાડ્યો છે. સવા લાખનો દારુ સાથે જામજોધપુરના બુટલેગર અને અન્ય બે રાજસ્થાની સખ્સોને પોલીસે દબોચી લીધા છે.

રાજકોટ પોલીસે ગઈ કાલે કોઠારિયા નજીકથી દારૂ ભરેલી કારને આંતરી લીધી હતી. જેમાં વિદેશી દારુ સાથે જામજોધપુર તાલુકા મથકે રહેતા પરેશ છગનભાઈ હિંગરોજીયા તેમજ રાજસ્થાનના રામલાલ મુકતારામ લોહાર તેમજ પાબુરામ જગદીશરામ ડારા નામના બે સખ્સો પણ મળી આવ્યા હતા. રાજસ્થાનથી દારૂનો જથ્થો ભરી જામજોધપુર પહોચે તે પૂર્વે ત્રણેય સખ્સોને રાજકોટ પોલીસે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે જામજોધપુરનો બુટલેગર અગાઉ અડધો ડઝન ઉપરાંત વખત દારુ પ્રકરણમાં પકડાઈ ચુક્યો છે. રાજકોટ પોલીસે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here