દ્વારકા : મહિલાની જમીન પચાવી પડાઈ, પોલીસની ફરજમાં રુકાવટ

0
286

જામનગર અપડેટ્સ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના અણીયારી ગામે પચાવી પાડેલ જમીન અંગેની તપાસ દરમિયાન આરોપી માતા-પુત્રીએ પોલીસની ફરજમાં રુકાવટ કર્યાનું જાહેર થયું છે. જયારે જમીન પચાવી પાડવા સબબ આરોપી મહિલાના પતિ સામે પોલીસે લેન્ડગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ નોંધી છે.

ઓખા મંડળના અણીયારી ગામે આવેલ સંતોકબેન ગગુભાઇ પરમારની જમીન આરોપી ભુપતભા કરણભા સુમણીયાએ કબજો જમાવી લીધો હતો. તેણીની કાયદેસરની માલીકીની ખેતીની જગ્યામાં આરોપીએ પ્રવેશ કરી, વાવણી કરી ખેડી નાખી  હતી. જેને લઈને પોલીસે આરોપી સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ કાર્યવાહી  કરી હતી. આ ફરિયાદ બાદ પોલીસ અણીયારી ગામની સીમમાં જમીન અંગેની તપાસ કરવા ગઈ હતી. જ્યાં લેન્ડ ગ્રેબિંગ અંગેની એસઆઈટી સાથે માતા પુત્રીએ ગેર વ્યવહાર કરી ફરજમાં રુકાવટ કરી હતી. જેમાં  લક્ષ્મીબેન ભુપતભા કરમણભા સુમણીયા અને તેના માતા પુરીબેન ભુપતભા કરમણભા સુમણીયાએ પોલીસની તપાસમાં અડચણ ઉભી કરી હતી. બન્ને મહીલા આરોપીઓએ પોલીસની ફરજમા રૂકાવટ-અવરોધ કરી ઉગ્ર અવાજે બોલાચાલી કરી હતી. જેથી પોલીસે માતા પુત્રી સામે અલગથી ફરિયાદ નોંધી હતી.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here