સાંબેલાધાર : કાલાવડ-જામજોધપુર પંથકમાં આભ ફાટયું, ૬ થી ૧૦ ઇંચ

0
563

જામનગર અપડેટ્સ : જામનગર જીલ્લાના કાલાવડ અને જામજોધપુર પંથકમાં આજ સવારથી જ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી સાંબેલાધાર વરસી પડતા નદીનાળાઓમાં ઘોડાપુર આવ્યા હતા. અનેક ગામડાઓમાં પાણી ઘુસી ગયા હતા તો અનેક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. સાંજના છ વાગ્યા સુધીના દસ કલાકના ગાળામાં કાલાવડમાં છ ઇંચ અને જામનગર અને ધ્રોલ-જોડિયામાં એક અને જામજોધપુરમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે. જો કે જામજોધપુરના નરમાણા સહિતના ગામોમાં આઠથી દસ ઇંચ વરસાદ પડી ગયો છે. જેને લઈને ગામ બેટમાં ફેરવાયા હતા.  

જામનગર જીલ્લાનાં કાલાવડ અને જામજોધપુર તાલુકા પર આજે મેઘરાજા  મહેરબાન થયા છે. સાંજનાં છ વાગ્યા સુધીમાં બંને તાલુકાઓમાં બે થી દસ ઇંચ વરસાદ વરસી ગયો છે. જેને લઈને નદીઓમાં ઘોડા પુર આવ્યા હતા. સવારના આઠ થી સાંજના છ વાગ્યા સુધીમાં કાલાવડ તાલુકા મથકે છ ઇંચ વરસાદ નોંધાયો હતો જયારે તાલુકાના છતર, અરલા પાંચ દેવડા સહિતના ગામડાઓમાં પણ છ થી આઠ ઇંચ વરસાદ પડી જતા પાણી પાણી થઇ ગયું હતું.

છતર ગામે કોઝના પુરમાં એક જેસીબી ચાલક વાહન સાથે તણાયો હતો. જયારે જામજોધપુર તાલુકા મથકે દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે પણ ગ્રામ્ય પંથકમાં આઠ થી દસ ઇંચ વરસાદ પડી ગયો છે. જેમાં નરમાણા તેમજ આસપાસના ગામોમાં ઘોડા પુર આવ્યા હતા.

જયારે ભારે વરસાદના કારણે બાલંભડી ડેમ છલકાવવાની તૈયારીમાં છે તો ફુલસર એક ડેમમાં નોંધપાત્ર આવક થતા ડેમ ૮૦ ટકા ભરાઈ ગયો છે. હજુ પણ વરસાદી જોર યથાવત છે અને હવામાન ખાતાએ વધુ વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here