ટ્રેપ : સેન્ટ્રલ CGST સુપ્રિટેન્ડન્ટ અને મહિલા જોઈન્ટ કમિશ્નર દોઢ લાખની લાંચ લેતા પકડાયા

0
380

જામનગર : અમદાવાદમાં આનંદનગર વિસ્તારમાં એસીબીની ટીમે સફળ છટકું ગોઠવી જીએસટી વિભાગના સુપ્રિટેન્ડટ સહીત ત્રણ અધિકારીઓને રૂપિયા દોઢ લાખની લાંચ લેતા પકડી પાડ્યા છે. સેન્ટ્રલ જીએસટી વિભાગની ટીમ લાંચ લેતા પકડાઈ જતા હવે ક્યા સરકારી વિભાગ પર આશા રાખવી એ મોટો સવાલ છે.

અમદાવાદમાં આનંદનગરમાં આવેલ સેન્ટર જીએસટીની ટીમ દ્વારા એક વેપારી પાસેથી ચોકકસ બાબતે કામમાં બેદરકારી દાખવવા માટે રૂપિયા દોઢ લાખની લાંચ માંગવામાં આવી હતી. ઓનલાઈન રીટેઈલ ફર્નિશિંગની કામ કરતા આ વેપારીનો ઈમ્પોર્ટ થતા માલમાં ઈમ્પોર્ટ ઉપરની ટેક્ષ ક્રેડીટ (આઈ ટી સી ) ચુકવવાના થતા જીએસટી સામે મજરે લેવા બાબતે સીજીએસટી સુપ્રિટેન્ડટ પ્રકાસ યસવંતભાઈ રસાણીયા અને જોઈન્ટ કમિશ્નર નીતુસીહ અનીલ ત્રિપાઠીએ રૂપિયા પાંચ લાખની લાંચની માંગણી કરી હતી.

રક્જકને અંતે રૂપિયા દોઢ લાખ નક્કી કરવામાં આવ્યા હતા. જેને લઈને જે તે વેપારીએ સ્થાનિક એસીબીની કચેરીનો સંપર્ક કર્યો હતો. આ ફરીયાદના આચરે એસીબીએ આજે કચેરીમાં જ ટ્રેપ ગોઠવી વેપારી પાસેથી દોઢ લાખની લાંચ લેતા મહિલા જોઈન્ટ કમિશ્નર અને સીજીએસટી સુપ્રિટેન્ડટ પણ પકડાયા હતા. એસીબીની ટીમેં બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here