ટ્રેપ : ફોરેસ્ટ ગાર્ડની અવેજીમાં લાંચ લેતો કોમ્યુટર ઓપરેટર પકડાયો

0
922

ચીખલી વિસ્તારમાંથી જંગલી જલાઉ લાકડાના ટેમ્પાને બેરોકટોક જવા દેવા માટે રૂપિયા દશ હજારની લાંચ માંગનાર ફોરેસ્ટ ગાર્ડના વચેટિયાને એસીબીની ટીમે પકડી પાડ્યો છે. જયારે ગાર્ડ હાજર નહી મળતા ફરાર જાહેર કરાયો છે.

નવસારી જીલ્લાના ચીખલી વિસ્તારમાંથી એક આસામીએ જલાઉ લાકડું એકઠું કરી સુરતમાં સચિન જીઆઈડીસી વિસ્તારમાં ખાલી કરાવવા રવાના કર્યું  હતું. પરંતુ સણવલ્લા ગામ દુધ મંડળી સામે મહુવા ફોરેસ્ટના બીટ ગાર્ડ આરોપી તરૂણભાઇ ઠાકોરભાઇ નેતા,બીટ ગાર્ડ વર્ગ-૩, મહુવા વેલણપુર બીટ વાળાએ ટેમ્પા ચાલકને લાકડા ભરેલ ટેમ્પા બાબતે પુછપરછ કરી, દાખલાની માંગણી કરી હતી. જેને લઈને ટેમ્પા ચાલકે પોતાની પાસે નહી હોવાનુ જણાવ્યુ હતું. જેથી આરોપી બીટ ગાર્ડે ટેમ્પા ચાલકના મોબાઇલ ફોનથી તેના માલિક સાથે મોબાઇલ ફોન ઉપર કાયદેસરની કાર્યવાહી નહી કરવા માટે રૂ.૧૦,૦૦૦ની લાંચની રકમની માંગણી કરી હતી. થોડી રકજક બાદ રૂપિયા ૫,૦૦૦ આપવાનું નક્કી થયું હતું. ત્યારબાદ ફરિયાદીએ લાંચ આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કર્યો હતો. જેના આધારે આજે એસીબીએ લાંચનું છટકું ગોઠવ્યું હતું. જેમાં મહુવા રેન્જ ફોરેસ્ટરની ઓફીસ રૂમમાં આરોપી વતી દર્શનકુમાર કનુભાઇ ચૌધરી(ખાનગી વ્યક્તિ), (કોમ્પ્યુટર ઓપરેટર) લાંચ લેતા આબાદ પકડાઈ ગયો હતો. એસીબીએ દર્શનની રૂપિયા પાંચ હજાર સાથે ધરપકડ કરી હાજર નહી મળેલ બીટ ગાર્ડને ફરાર દર્શાવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here