આ પાન મસાલા લેવાની લાઇન નથી , ખબર છે શેની લાઈન છે ?

0
650

જામનગર : હાલ વૈશ્વિક મહામારી કોરોનાને લઈને છેલ્લા કેટલાય મહિનાઓથી વિશ્વ આખું પરેશાન છે. આ મહામારીને આગળ વધતી અટકાવવા મોટાભાગના દેશોએ લોકડાઉન સીસ્ટમ અમલમાં મૂકી છે. જે હાલ અમુક દેશમાં હજુ પણ અમલમાં છે, ભારતમાં અમુક રાજ્યોમાં લોકડાઉન પીરીયડ ચાલી રહ્યો છે જયારે અન્ય રાજ્યોમાં અનલોક તબ્બકો અમલવારીમાં છે. કોરોના કાળમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓ શિવાયની ચીજ વસ્તુઓ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો, જેને લઈને અનલોક પીરીયડ ચાલુ થતા અને નિયંત્રણો હટી જતા જામનગર સહિત રાજ્યભરમાં પાન-મસાલાની હોલસેલ દુકાનો પર રીટેઈલર અને છૂટક ગ્રાહકોએ લાઈનો લગાવી હતી ત્યારે પ્રસાર પ્રસાર મધ્યોમાં આ લાઈનો સમાચાર બન્યા હતા. આજે જામનગર ખાતે વધુ એક લાઈન જોવા મળી હતી. શહેર-જીલ્લાના જે જે સૈનિકો ફરજ બજાવી નિવૃત થયા છે અથવા હજુ ફરજ ચાલુ છે તેવા અનેક એક્સ આર્મીમેન દ્વારા આજે સવારે આર્મી તાલીમ સેન્ટરના મુખ્ય ગેઇટ  બહાર લાઈન લગાવી હતી. સરકારી ફરજ અને ફરજ બાદ આ જવાનોને અમુક માત્રામાં દારૂની ફાળવણી કરવામાં આવતી હોય છે. દર મહીને તેનું વિતરણ કરવામાં આવે છે. આજે મિલેટ્રી સ્ટેશન ખાતે દારૂનો પોતાના ભાગનો જથ્થો લેવા લાભાર્થીઓ  ઉમટી પડ્યા હતા. જો કે આર્મી દ્વારા આડસ ઉભી કરવામાં આવી હતી છતાં કોરોના કાળમાં સામાજિક અંતરના નિયમનો ભંગ થયો હતો. એ તસ્વીરમાં જોઈ શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here