જામનગર : આ ગામડાઓમાં રાત્રે અડધાથી બે ઇંચ વરસાદ

0
564

જામનગર : જામનગર જીલ્લામાં રવિવારની સવાર અમુક તાલુકાના ખેડૂતો માટે કાચા સોના સમાન બની રહી છે. જિલ્લાને જામજોધપુર અને લાલપુરના ગામડાઓમાં એક થી અઢી ઇંચ વરસાદ પડ્યો હોવાના સતાવાર સમાચાર છે. જે તાલુકા મથકે રાત્રે વરસાદ પડ્યો હતો તે જ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ સચરાસર વરસાદ પડ્યો છે. જેમાં જામજોધપુર તાલુકાના સમાણા અને પરડવા ગામે એક ઇંચ, શેઠવડાળા અને જામવાડી ગામે સવા ઇંચ જયારે વાંસજાળિયા અને ધૂનળા અને ધ્રાફામાં બે ઇંચ વરસાદ પડ્યો છે.   લાલપુર તાલુકા મથકે સવા ઇંચ વરસાદ પડ્યો હતો જયારે તાલુકાના પડાણા, ડબાસંગ અને ભણગોર ગામે એક-એક ઇંચ વરસાદ વરસ્યો હતો અને મોટા ખડબા અને પીપરટોડા ગામે ઝાપટા પડ્યા હતા. આ તમામ ગામડાઓની આસપાસ આવેલ ગામોમાં પણ સમાંતર વરસાદ પડ્યો હોવાના સમાચાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here