યોગા એટ હોમ : જામનગરમાં યોજાઈ ડીજીટલ યોગ શિબિર

0
610

જામનગર : જામનગરમાં પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સામન્ય નાગરિકથી માંડી સાંસદ પૂનમબેન માડમ, રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, આઈએએસ રવિ શંકર, વિપિન ગર્ગ, આઈપીએસ શરદ સિંઘલ અને નામાંકિત ડોક્ટરસ સહિતનાઓએ યોગા એટ હોમને પ્રાધાન્ય આપી યોગ કરી તંદુરસ્ત રહેવાની અપીલ કરી છે. કોરોના કાળના કારણે જામનગરીઓએ ઘરે જ પરિવાર સાથે યોગ કાર્ય હતા તો શહેરના મહિલા યોગ પ્રશિક્ષક દ્વારા ડીજીટલ યોગ શિબિર યોજી નગરજનોને ઓનલાઈન યોગા કરતા શીખવ્યું હતું. કોરોના મહામારીના કારણે વિશ્વ યોગ દિનની ઉજવણી ‘યોગા એટ હોમ’ની થીમ સાથે કરવામાં આવી હતી. આજે વહેલી સવારે “વિશ્વ યોગ દિન” નિમિત્તે જામનગરના સામાજિક,રાજકીય, શૈક્ષણિક, ઉદ્યોગ તેમજ સરકારી નોકરિયાત ઉપરાંત આમ નાગરિકોએ  યોગ કર્યા હતા. શહેરના જ યોગશિક્ષક પ્રિતીબેન શુક્લ દ્વારા ફેસબુક લાઇવના માધ્યમ દ્વારા “ડિજીટલ યોગ શિબિર”નું આયોજન કરાયું હતું. પતંજલી યોગ કેન્દ્ર અને ગુજરાત યોગ બોર્ડના યોગ કોચ પ્રીતીબેન અને તેમના ૨ પ્રશિક્ષકો  દ્વારા તાડાસન, વૃક્ષાસન, અર્ધચક્રાસન, ત્રિકોણાસન, અર્ધઉષ્ટ્રાસન, શલભાસન, મકરાસન, વજ્રાસન વગેરે જેવા સરળ અને ઉપયોગી આસનો તેમજ કપાલભાતિ, ભ્રામરી, શીતલી જેવા પ્રાણાયામકરવામાં આવ્યા હતા. પ્રીતીબેનના શબ્દોમાં કહીએ તો “યોગાસનો ઘરે પણ સહજતાથી કરી શકાય છે. વળી જો કોઇ લોકોની શારીરિક સ્થિતિ યોગાસન કરી શકે તેમ ન હોય તો કપાલભાતિ, ભ્રામરી વગેરે પ્રાણાયામ દ્વારા રોગપ્રતિકારક શક્તિને વધુ પ્રબળ બનાવી કોરોના અને અન્ય કોઇ પણ વાઇરલ રોગોથી બચી શકાય છે ત્યારે જામનગરવાસીઓને અપીલ છે કે,યોગ અને પ્રાણાયામને નિયમિત જીવનમાં સ્થાન આપી રોગપ્રતિકારક શક્તિ પ્રબળ બનાવીએ, કોરોનાને હરાવીએ.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here