ચકચારી સગીરા દુષ્કર્મના આ છે આરોપીઓ…જુઓ પહેલીવાર ખુલ્લા ચહેરે

0
1558

જામનગર :  યાદવનગર વિસ્તારમાં આવેલ મહાદેવનગરમાં રહેતા એક પરિવારની સતર વર્ષીય સગીર પુત્રી પર ગત તા. 28મીના રોજ ચાર નરાધમોએ દિવસ દરમિયાન સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો. ચાર પૈકીના એક આરોપી સાથે સગીરાને મિત્રતા હોવાનું પોલીસે જણાવ્યું છે.  

મિત્રના ઘરે ગયેલ સગીરા પર મિત્રએ જ નજર બગાડી અન્ય મિત્રોને પણ બોલાવી લીધા બાદ સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાની વિગતો જાહેર થઇ છે. સુત્રોનું માનવામાં આવે તો આરોપીઓએ ઘેનની ટીકડીઓ ખવડાવી સગીરાને બેસુધ્ધ કર્યા બાદ જધન્ય  કૃત્ય આચર્યું હતું. સામુહિક બળાત્કારનો ભોગ બનેલ સગીરાએ બે દિવસ પછી ગભરાઈ ગયેલ માતાને જાણ કરતા સમગ્ર ઘટના સામે આવી છે.

સમાજમાં બદનામી અને આરોપીઓને ધમકીથી ડરી ગયેલ સગીરા અને તેની માતાએ મોડે મોડેથી હિમ્મત રાખી પોલીસને જાણ કરતા સમગ્ર ઘટના સામે આવી છે. જેને લઈને પોલીસે તાત્કાલિક જ તપાસ હાથ ધરી ચાર પૈકીના ત્રણ આરોપીઓ બુદ્ધ ઉર્ફે દર્શન ભાટિયા, મયુર ડાડુ ભાટિયા, દેવકરણ ગઢવીને પકડી પાડયા હતા જ્યારે આજે સવારે વધુ એક ફરાર આરોપી મોહિત આંબલીયા રે મૂળ મેઘપર ટીટોડી તા. કલ્યાણપુર જી. દેવભૂમિ દ્વારકા વાળાને ખંભાળિયાથી જામનગર એલસીબીએ પકડી પાડ્યો છે. ફરાર થઈ ગયો હતો. પોલીસની ટીમ આ આરોપીને લઈ જામનગર પહોચી હતી અને મેડિકલ ચકાસણી સહિતની આગળની તજવીજ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here