વેદના : આપઘાત કરતા પૂર્વે યુવતીએ કર્યું એવું કામ કે..

0
788

જામનગર : યુવા વયે વધી રહેલા આપઘાતના બનાવો ચિંતા જનક જરૂરી છે તો સમાજચિંતકો માત્ર પણ અભ્યાસનો વિષય બન્યા છે. હાલ સુરતમાં એક યુવતીએ કરેલ આપઘાત બહુ ચર્ચામાં આવ્યો છે. વકીલાત કરતી યુવતીની સગાઈ બે માસ પૂર્વે જ થઈ હતી. હજુ સંસારમાં ડગ માંડે તે પૂર્વે યુવતીના આપઘાતથી પરિવારમાં શોક છવાયો છે.

દક્ષિણ ગુજરાતના પાટનગર એવા સુરતમાં આપઘાતની ઘટના ઘટી છે. શહેરના અમરોલી વિસ્તારમાં શ્લોક રેસિડેન્સીમાં રહેતી ધ્રુતી કથીરિયા નામની 27 વર્ષીય પટેલ યુવતીએ મોબાઈલ ફોનમાં વાત કર્યા બાદ ગળાફાંસો ખાઈ પોતાના જીવની આહુતિ આપી અનંતની વાટે નીકળી પડી હતી. આ બનાવના પગલે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલ પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. આ ઘટના અંગે સ્થાનિક પોલીસે તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી છે. આપઘાત કરતા પૂર્વે જ યુવતીએ પોતાનો મોબાઈલ ફોર્મેટ મારી દીધો હોવાની વિગતો સામે આવી હતી. જેને લઈને આપઘાતનું કારણ બહાર આવી શક્યું નથી. સુરતમાં જ વકીલાત કરતી યુવતીની બે માસ પૂર્વે જ સગાઈ થઈ હતી. જ્યારે તેણીના પરિવારમાં અન્ય બે બહેનો અને એક ભાઈ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મોબાઈલ એફએસએલમાં મોકલી આપી કોલ ડિટેઇલ સહિતની વિગતો માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ : તસવીરને કાલ્પનિક ગ્રાફિક્સ છે. જેનો ઘટના સાથે કોઈ સંબંધ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here