કોરોના કહેર : વધુ એક પત્રકાર અને કોર્પોરેટર પોજીટીવ, તંત્ર કરશે પ્રેસકોન્ફરસ

0
796

જામનગર : જામનગર શહેર હાલ કોરોનાની ચુન્ગાલમાં આવી ગયું છે. લોકલ સંક્રમણ કાળ પણ પૂર્ણ થઇ જતા હવે કોમ્યુનીટી ટ્રાન્સમિશન શરુ થયું છે.  જેને લઈને હવે દિવસેને દિવસે પોજીટીવ દર્દીઓની સંખામાં સતત વધારો જ થતો રહેશે એમ ખુદ તંત્ર પણ સ્વીકાર કરે છે ત્યારે આજે વધુ એક પત્રકાર અને ભાજપાના નગરસેવક કોરોના પોજીટીવ આવ્યા છે.

જામનગરમાં કોરોનાનનો કહેર પ્રબળ બની રહ્યો છે. દરરોજ જુદા જુદા વોર્ડમાંથી દર્દીઓ સામે આવતા જ રહે છે. આજે પણ એજ રફ્તાર જોવા મળી હતી. આજે જામનગર શહેરમાંથી આજે વધુ અગ્યાર દર્દીઓ નોંધાયા છે જો છેલ્લા બે દિવસમાં ૪૭ દર્દીઓ અને પાંચ દર્દીઓના મોત સામે આવ્યા છે. ધીરે ધીરે વિકરાળ બની રહેલ કોરોનાને નાથવા તંત્ર વામણું પુરવાર થઇ રહ્યુ છે કારણકે હવે કોરોનાને કંટ્રોલ કરવો તંત્રના ગજા બહારની વાત છે. સતત વધતા દર્દીઓમાં આજે ભાજપના નગર સેવક કેતન નાખવા અને સંદેશ ન્યુજ ચેનલ સાથે સંકળાયેલ પત્રકાર ઈકબાલ અઘામનો રીપોર્ટ પોજીટીવ આવ્યો છે.

સતત વધતા જતા દર્દીઓને લઈને મીડિયાને સાચા જવાબ આપવામાં આનાકાની કરતુ તંત્ર આવતી કાલે મીડિયા સાથે વાર્તાલાપ કરશે. આમ તો દર વખતે મીડિયાની જરૂર હોય ત્યારે જ તંત્ર મીડિયા સામે બોલે છે બાકી ચુપચાપ જે આકડા આપવા હોય તે આપી દ્યે છે સામે પક્ષે મીડિયાને સવાલ કરવાનો કોઈ અધિકાર ન હોય તેમ  કોઈ અધિકારી જવાબ આપતા જ નથી એ વાસ્તવિકતા છે. ત્યારે ફરી  આવતી કાલે તંત્ર મીડિયાના જ માધ્યમથી વધુ એક વખત સુફિયાણી સલાહ આપશે એ ચોક્કસ વાત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here