બારમા ધોરણમાં 80% સાથે પાસ ટેણીયો નકલી ટીટી બનવા મજબુર થયો

0
418

ધોરણ ૧૨ માં 80% ઉપરાંત માર્ક સાથે પાસ થયેલ એક તરુણ ટ્રેનમાં નકલી ટીટી બની રૂપિયા ઉઘરાવતા આબાદ પકડાઈ ગયો રેલવે કર્મચારીઓના ઓરીજનલ આઈકાર્ડ પણ તેની પાસેથી મળી આવ્યા છે આ ઉપરાંત આ તરુણ પાસેથી રેલ્વે દ્વારા ફાળવવામાં આવતી આબેહૂબ નકલી રસીદ બુક પણ મળી આવી છે શા માટે તરુણ ને નકલી ટીટી બનવું પડ્યું આવો જાણીએ આ અહેવાલમાં

નામ છે રમાકાંત સિસોદિયા (નામ બદલાવ્યું છે) તે રહેવાસી છે સુરતનો, ઉંમર છે માત્ર 17 વર્ષ અને અને બની ગયો છે રેલવેનો ટિકિટ ચેકર, અત્યંત ગરીબ પરિવારમાં ઉછરેલ રમાકાંત ભણવામાં ખૂબ જ હોશિયાર છે તેને ધોરણ 12 ની પરીક્ષામાં 80% થી વધુ માર્ક્સ સાથે પાસ કરી છે. બાળપણથી લઈ તરુણાવસ્થા સુધીની પૈસાની તંગી આ તરુણને અવારનવાર હેરાન કરતી હતી. જેને લઈને આ તરુણે એક શોર્ટકટ અપનાવ્યો, જે બાળ સંરક્ષણ ગૃહ સુધી જતો હતો.

પોતાના ઘર પાસેથી પસાર થતી રેલ્વેમાં જ ચડી ગયો અને ટીટીના કપડાં પહેરી બની ગયો નકલી ટીટી, ટ્રેનમાં મુસાફરી કરતા અનેક મુસાફરો ટિકિટ વગર મુસફરી કર હોવાની આ તરુણને ખ્યાલ હતો. તેથી તેઓએ આવા મુસાફરોને નિશાન બનાવવા નકલી ટીટી બનવા આગળ વધ્યો, તાજેતરમાં ટ્રેનની મુસાફરી દરમિયાન નકલી ટીટી બની આ તરુણ યાત્રીઓ પાસેથી રૂપિયા ઉઘરાવતો હતો. ત્યારે એક આરપીએફ જવાની નજર તેના પર પડી ગઈ અને તેને આ તરુણને પૂછપરછ કરી. આ પૂછપરછમાં તરુણ નો ભાંડો ફૂટી ગયો.

ધોરણ 12 સુધી ભણેલ આ તરુણ આર્થિક તંગીન સામે રસ્તો મેળવવા નકલી ટીટી બન્યો હોવાનું સામે આવ્યું છે. ધોરણ 12 માં 80% થી વધુ માર્ક સાથે આ તરુણ પાસ થયો હોવાનું પણ જાણવા મળ્યું છે આ તરુણ પાસેથી રેલવે તંત્ર દ્વારા ટીટીને ફાળવવામાં આવતી રસિક બુક જેવી જ આબેહૂબ નકલી રસિક બુક મળી આવી છે આ ઉપરાંત તેની પાસેથી રેલવેના કર્મચારીઓના ઓરીજનલ આઈકાર્ડ પણ મળી આવ્યા છે. હાલ રેલવે પોલીસ દ્વારા આ તરુણ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here