ઢોલીવુડની માઠી : ‘દેશ રે જોયા દાદા પરદેશ જોયા’ના આ કલાકારની વિદાય

0
671

જામનગર અપડેટ્સ : બૉલીવુડ માટે આ વર્ષ અતિ દુઃખદાયી રહ્યું છે. એક પછી એક કલાકારો વિદાય લઈ રહ્યા છે. બોલિવુડનો આ શોક હવે ઢોલીવુડ એટલે કે ગુજરાતી સિનેમા સુધી પહોંચ્યો છે. આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માટે ખરાબ સમાચાર આવ્યા છે. ગુજરાતી સુપર ડુપર સાબિત થયેલ દેશ રે જોયા દાદા પરદેશ જોયાફિલ્મના કલાકાર હસમુખ ભાવસારનું મંદિરમાં દર્શન કરી બહાર આવતી વખતે હાર્ટ એટેકથી મૃત્યુ નિપજતા શોકનું મોજું પ્રસરી ગયું છે.

આજે ગુજરાતી ફિલ્મો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. જેમા ઢોલીવુડના વધુ એક કલાકારે વિદાય લઈ લેતા ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝમાં શોકનું મોજું ફરી વળ્યું છે.ગુજરાતી ફિલ્મ જગતને હસાવતા હસમુખ ભાવસાર એવા હસુના હુલામણા નામથી ઓળખાતા કલાકારે ઓચિંતી વિદાય લઈ લીધી છે. દેશ રે જોયા દાદા પરદેશમાં દાદા ફિલ્મ હસુએ યાદગાર અભિનય કર્યો હતો.આજે ડાકોર રણછોડજીના દર્શન બાદ પ્રસાદ લેતી વખતે મંદિર બહાર જ આ કલાકારને જીવલેણ હાર્ટ એટેક આવી ગયો હતો. જેને લઈને ડાકોર CHC ખાતે લઈ જવાયેલ હસમુખ ભાવસારને મૃત જાહેર કરાતા પરિવાર સહિત ફિલ્મ જગતમાં ગમગીની છવાઈ ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here