હાય રે ગરીબી, ત્રણ પુત્રી અને પત્નીની હત્યા નીપજાવી પતિ ફરાર

0
933

જામનગર અપડેટ્સ : આર્થિક  સંકળામણ, માનસિક યાતનાઓ અને ગરીબાઈ મોટા ભાગના આપઘાતના બનાવોમાં કારણભૂત હોય છે. ત્યારે કચ્છમાં દારુણ ગરીબીમાં જીવતા પરિવારના મોભીએ એટલે કે પિતાએ જ તેની ત્રણ પુત્રીઓ અને પત્નીને મોતને ઘાટ ઉતારી ઘરેથી નાશી ગયો હોવાની ઘટના સામે આવી છે.

આ વારદાત છે કચ્છ જીલ્લાના માંડવી તાલુકાના જખણીયા ગામની, જ્યાં એક ખાનગી કંપનીમાં મજુરી કામ કરતા શિવજી સંઘારના ઘરમાંથી તેની પત્ની ભાવનાબેન ઉવ ૩૨ અને તેની ત્રણ પુત્રીઓ ધ્રુતીબેન સંઘાર ઉવ ૧૦, કિંજલબેન સંઘાર ઉવ ૮, ધર્મિષ્ઠાબેન ઉવ ૨ સહિતના ચાર મૃતદેહ તેમના ઘરમાંથી  મળી આવ્યા હતા. આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ નાની અને વચેટ દીકરીઓને થાઈરોઈડ ગ્રંથીનો રોગ થયો હતો. આ બીમારી સામેના ખર્ચનું ભારણ અને પરિવારના નિભાવની જવાબદારી વચ્ચે શિવજી પીસાઈ રહ્યો હતો. આ બંને કારણને લઈને શિવજીએ પુત્રીઓ અને પત્નીની હત્યા નીપજાવી હોવાનું સામે આવ્યું હતું. પળવારનો વિચાર કર્યા વિના જ શિવજી પંચાણ સંઘારે પરિવારના માળાને વીંખી નાખી નાશી ગયો હતો. આ બનાવ અંગે પશ્ચિમ કચ્છ પોલીસે તપાસના ચક્રોગતિમાન કરી નાશી ગયેલ શિવજીની શોધખોળ શરુ  કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here