કથન : ધારાસભ્ય બન્યા છો તો કામ તો કરવા પડશે, સીઆર પાટીલે આ ધારાસભ્યને ટોણો માર્યો

0
429

જામનગર અપડેટ્સ : રાજકોટ ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે  વધુ એક વખત ભાજપના ધારાસભ્યને જાહેરમાં પાઠ ભણાવી વીમા યોજનાના કામ અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો. વધુ એક વખત પાટીલે ધારાસભ્ય પર મીઠા પ્રહારો કરતા ચર્ચામાં આવ્યા છે.

આજે રાજકોટ ખાતે ભાજપ અધ્યક્ષે વધુ એક વખત ભાજપના ધારાસભ્યને જાહેરમાં મીઠો ઠપકો આવ્યો હતો. પોતાની છટા મુજબ સીઆર પાટીલે પ્રવચન આપ્યું હતું જેમાં રાજકોટ તાલુકાના ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયાને મીઠા ઘા મારી સભામાં બોલ્યા હતા કે, માત્ર ૫ હજારના વીમા ઉતરાવ્યા એનાથી કાઈ ન ચાલે, દરેક ઘર સુધી આ યોજના પહોચવી જોઈએ લાખાભાઈ, તમને લોકોએ મત આપી ધારાસભ્ય બનાવ્યા છે તો કામ કરો એવી ટકોર કરી હતી. અગાઉમાં રાજકોટ ખાતે જ સીઆર પાટીલે અન્ય નેતાઓને આદેહઠ લીધા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here