ખંભાળીયા : કોરોનાગ્રસ્ત પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ કણઝારીયાનું અવસાન

0
916

જામનગર : સપ્તાહ પૂર્વે જ કોરોનાગ્રસ્ત થયા બાદ જામનગરની કોવિડ હોસ્પિટલમાં સારવાર લાઇ રહેલા ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય અને હાલના ગ્રામીણ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મેઘજીભાઈ કણજારીયાનું આજે મૃત્યુ નીપજ્યું છે.

સપ્તાહ પૂર્વે જ સ્વ મેઘજીભાઈનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને હાલ સારવાર જામનગર ની જીજી હોસ્પિટલ ચાલી રહી હતી. જ્યા એક સપ્તાહની સારવાર બાદ આજે તેમનું કોવિડ હોસ્પિટલમાં મેઘજીભાઈનું મૃત્યુ નિપજયુ છે.

સ્વ મેઘજીભાઈ કણજારીયા ગ્રીમકો (ગુજરાત રૂરલ ઇન્ડસ્ટ્રીઝ માર્કેટિંગ કોપોરેશન લી.) ના ચેરમેન , મોરબી જિલ્લાના ભાજપ ના પ્રભારી તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ, જામખંભાળીયા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ અને ભાજપ માં અન્ય હોદ્દાપર રહી ચૂક્યા છે.
જામખંભાળીયાના પૂર્વ ધારાસભ્ય અને સતવારા સમાજના અગ્રણીના નિધન થી ભાજપના કાર્યકર માં અને સતવારા સમાજ માં શોક ની લાગણી પ્રસરી ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here