રાજનીતિ : પૂર્વ કોર્પોરેટર BJPમાં જોડાયા, કોંગ્રેસે ભર્યું આવું પગલું

0
631

જામનગર અપડેટ્સ : જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે રાજકીય ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. ગઈ કાલે કોંગ્રેસે ભાજપના પૂર્વ નગરસેવકની વિકેટ પાડયા બાદ આજે ભાજપએ પણ કોંગ્રેસના ખેમાંમાંથી એક વિકેટ પાડી પૂર્વ નગરસેવીકાને પોતાનામાં સમાવી લીધા છે. બીજી તરફ ભાજપમાં ભળેલા પૂર્વ નગરસેવીકાને કોંગ્રેસે તાત્કાલિક છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે.

મહાનગરપાલિકાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષ- અપક્ષ દ્વારા કંપેઇન પણ હાથ ધરી દેવામાં આવ્યું છે .ત્યારે જામનગર કોંગ્રેસે ચૂંટણી પૂર્વે જ ભાજપમાં ભંગાણ પાડી કોંગ્રેસ છોડી ભાજપમાં ભળી ગયેલા કોર્પોરેટર રચના નંદાણીયાને ફરી કોંગ્રેસમાં સમાવી લીધા છે. છે. કોંગ્રેસના આ ઓપરેશનને લઈને ભાજપાએ પણ આજે કોંગ્રેસમાં ભંગાણ પાડી પૂર્વ નગરસેવીકા નીતા પરમારને પોતાના પક્ષમાં જોડી દીધા છે. આજે શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર પ્રમુખ વિમલ કાગથરાએ ખેસ પહેરાવી પરમારનું સ્વાગત કર્યું હતું.

પૂર્વ નગરસેવીકા નીતા પરમાર ભાજપમાં જોડાઈ જતા જ શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ તેણીને છ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.બીજી તરફ ચૂંટણી પૂર્વે હજુ પણ બંને પક્ષમાંથી અમુક નેતાઓ પાટલી બદલે એવી શક્યતાઓ સેવાઇ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here