જામનગર : મુંબઈ સે સબ ઈસ્પેકટર પાટીલ બોલ રહા હું….ત્રણ ડોક્ટરને ખંખેરવાનો ચોકાવનારો કારસો

0
610

જામનગર : જામનગરમાં ગુલાબનગર એક સહીત ત્રણ ડોક્ટરને બ્લેક મેઈલ કરી પૈસા પડાવવા કોઈ હિન્દીભાષા બોલતા સખ્સે પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર જાગી છે. મુંબઈથી પોલીસ અધિકારીના નામે કરવામાં આવેલ ફોન કોલ્સ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. ત્રણેય ડોક્ટરના કલીનીક પર સારવાર લેનાર દર્દીનું રિએકશન આવતા મૃત્યુ થયું હોવાની વાત જણાવી અજ્ઞાત સખ્સે પૈસા પડાવવા કૃત્ય આચર્યું હોવાનું સામે આવ્યું છે.

જામનગરમાં ચચાર્સ્પદ બનેલ ફોનકોલ્સ પ્રકરણની વિગત મુજબ, શહેરના ગુલાબનગર પહેલો ઢાળીયો શાક માર્કેટ વાળો રોડ બજરંગ ચોક ખાતે સંજીવની કલીનીક ધરાવતા ડોક્ટર દીપાલીબેન વિરલભાઇ ગુણવંતરાય પડ્યાએ ૭૦૭૫૦૫૪૫૦૬ નંબરના સીમ કાર્ડ વાળા સખ્સ સામે સીટી બી ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપીએ ગત તા. ૧૩મીના રોજ તેણીને સવારે ફોન કર્યો હતો. જેમાં તેઓએ પોતાની ઓળખ મુંબઈના અગરીપાડા પોલીસ સ્ટેશનથી સબ ઇન્પેકટર પાટીલની ઓળખ આપી, આરોપીએ મૂળ જામનગરના અને હાલ લગ્ન પ્રસંગે મુંબઈ ગયેલ રીઝવાનાબેન શેખ નામના દર્દીને તમોએ દવા આપેલ છે એમ કહી દર્દીને શરીરે ખંજવાળ ઉપડેલ છે અને શુગર વઘી ગયેલ છે અને તેઓનુ ડેથ થયેલ છે, આવી વાત કરી હતી ત્યારબાદ જે તે દર્દીના બાપ સાથે વાત કરો તો કોઇ એફ.આઇ.આર. કરવી નથી તેમ કહી ખોટા નામે ઠગાઇ કરવા માંડવાળ કરવા ગર્ભીત ઘમકી આપી હતી. આ ફોન કોલ્સ અંગે તબીબી આલમમાં વાત થતા અન્ય બે તબીબો સાથે પણ આવી જ ઘટના સામે આવી હતી. મહિલા તબીબને ગર્ભિત ધમકી પૂર્વે જ આવી જ રીતે શહેરના ડોક્ટર દિનેશ ભેડા અને નિશાંત શુક્લાને ફોન કરી પૈસા પડાવવાના ઈરાદે ગર્ભિત ધમકી આપી હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને મહિલા તબીબે અજાણ્યા સખ્સ સામે સીટી બી ડીવીજન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here