જામનગર : જામનગરમાં હાથી કોલોની વિસ્તારમાં એલસીબી પોલીસે પૂર્વ સાંસદ અને જીલ્લાના ભાજપના પૂર્વ જીલ્લા પ્રમુખના પુત્રવધુ પોતાના ફ્લેટમાં ૧૪ મહિલાઓ સાથે જુગાર રમતી પકડી પાડી છે. પોલીસે પોણા લાખના મુદ્દામાલ સાથે આરોપી મહિલાઓ સામે જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
જામનગરમાં હાથી કોલોની શેરી નંબર-૧ ઓમકાર એપાર્ટમેન્ટ બ્લોક નંબર ૧૦૨ના ફ્લેટમાં રહેતી પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલના પુત્રવધુ દિવ્યાબેન હીતેશભાઇ ચંદ્રેશભાઇ કોરડીયાના ફ્લેટમાં જુગાર રમતો હોવાની એલસીબીને ચોક્કસ હકીકત મળી હતી. જેને લઈને એલસીબીએ દરોડો પાડ્યો હતો. જેમાં ફ્લેટમાં જુગાર રમતી દિવ્યાબેન કોરડીયા અને અન્ય મહિલાઓ નિતાબેન ભરતભાઇ મગનભાઇ જોષી, રહે. પ્રતાપેશ્વર મહાદેવ મંદીર સામે, અલંક એપાર્ટમેન્ટ બ્લોક નંબર ૧૦૧, જામનગર, મોતીબેન દયાળભાઇ પરસોતમભાઇ પટેલ રહે. ઇન્કમ ટેક્ષ ઓફીસ પાછળ, બ્રાહમણનો ડેલો, જામનગર, કારીબેન માલદેભાઇ કેશુરભાઇ ચાવડા રહે. ગોકુલનગર શ્યામનગર શેરી નંબર-૩, જામનગર, ડિમ્પલબેન કપીલભાઇ નટુભાઇ ગઢીયા રહે. અણદા બાવાનો ચકલો, લાલા મહેતાની શેરીની બાજુમા છાપીયા શેરી, મનહરબા પ્રવિણસિંહ ચનુભા વાળા રહે. રામેશ્વરનગર, વિનાયકપાર્ક, શેરી નં-૪, પુષ્પાબેન મનીષભાઇ ઉકાભાઇ ચાવડા, જયદીપાબેન વિજયભાઇ બટુકગીરી ગોસ્વામી રહે. શરદારનગર શેરી નં-૭ સાંઢીયાપુલ પાસે, પ્રીયાબેન જગદીશભાઇ રામાભાઇ રાબા રહે રાજપાર્ક સાંઇબાબાના મંદીર પાસે, લક્ષ્મીબેન વિક્રમશીભાઇ ગલાલચંદ વોરા રહે.મહાલક્ષ્મીચોક સ્કુલની બાજુમાં,સતીબેન રણમલભાઇ અરશીભાઇ જાડેજા મેર રહે. ગોકુલનગર જકાતનાકા પાસે, શેરી નંબર-૧, પ્રવિણાબેન ભરતભાઇ તુલશીભાઇ ચંદારાણા લોહાણા રહે. સિકકા, હાઉસીંગ બોર્ડ બ્લોક નંબર ૧૬ તા.જી.જામનગર, વિજયાબા ચંદ્રસિંહ ભીખુભા જાડેજા રહે. ખોડીયાર કોલોની, ૮૦ ફુટનો રોડ, એમ.બી.શર્મા સ્કુલ પાસે, જામનગર , અંજુબેન કલ્પેશભાઇ દામજીભાઇ ગોહીલ પ્રજાપતી, રહે. કિષ્નાચોક, યાદવનગર, વુલનમીલ રોડ, જામનગર વાળી મહિલાઓને પકડી પાડી હતી.
પોલીસે તમામને ગંજીપતાના પાના વડે તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હાર જીત કરી રૂપિયા ૫૭,૦૦૦ની રોકડ રકમ અને રૂપિયા ૧.૨૦ લાખની કીમતના ચાર બાઈક સહીત રૂપિયા ૧,૭૭,૦૦૦ની કીમતના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા. જો કે સાત વર્ષથી ઓછી સજાની જોગવાઈને લઈને તેઓને જમીન મુક્ત કરવામાં આવી હતી.
ઉલ્લેખય છે કે, ત્રણેક વર્ષ પૂર્વે દિવ્યા કોરડીયાએ પૂર્વ સાંસદ અને તેના પતી સામે ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. પોતાને મારી નાખવા સાજીઝ રચ્યા હોવાના કથિત પુરાવાઓ સાથે પોલીસમાં રાવ કરતા જે તે સમયે આ પ્રકરણ ખુબ ગાજ્યું હતું. ત્યારથી દિવ્યા લાઈમ લાઈટમાં આવ્યા હતા. હવે જયારે પોતે જ પોતાના ફલેટમાં જુગાર રમતા પકડાયા છે ત્યારે વધુ એક વખત ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.