મારી સામેના આક્ષેપો માત્ર રાજકીય રીતે બદનામ કરવાનો હિન્ન પ્રયાસ : રાજ્યમંત્રી હકૂભાનો ખુલાસો

0
1524

જામનગરના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા હાલ ભૂમાફિયાઓ અને ગુંડા તત્વો સાથે જોડાયેલા નામને લઈને પ્રસાર પ્રચાર માધ્યમોમાં નકારાત્મક રીતે છવાયા છે ત્યારે આ બાબતને લઈને આજે રાજ્યમંત્રી દ્વારા જે કાઇ આક્ષેપબાજી થઈ રહી છે તેની સામે જવાબો આપવા પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. આ પત્રકાર પરિષદમાં મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા નીચે મુજબના ખુલ્લાસા કરવામાં આવ્યા હતા.

ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પ્રેસકોન્ફરસમાં કહેલી મુખ્ય બાબતો

મારી રાજકીય કારકિર્દી સ્વચ્છ અને નિષ્કલંક છે. – રાજ્યમંત્રી હકૂભા
હાલની આક્ષેપબાજી રાજકીય પ્રતિષ્ઠાને હાનિ પહોચાડવાનો એક માત્ર ઇરાદો.
આક્ષેપોમાં જરા પણ તથ્ય નથી.
જયેશ પટેલકે અન્ય અસમાજિક તત્વો સાથે મારે કોઈ સબંધ નથી.
મને માત્ર બદનામ કરવાનો હિન્ન પ્રયાસ
મુખ્યમંત્રી પ્રદેશ અધ્યક્ષ અને મોવડીમંડળને તપાસ કરાવવાની માંગણી કરી છે.
આક્ષેપો સાબિત થાય તો મારી સામે થનારી કાર્યવાહી માટે હું તૈયાર – રાજ્યમંત્રી હકૂભા
મારા પરિવારના વ્યાપાર ધંધામાં ક્યારેય અપરાધને સ્થાન નથી.
જો કોઈ પુરાવા હોય તો આક્ષેપ બાજી કરનારાઓ રજૂ કરે હું જવાબ આપીશ
આક્ષેપ પુરવાર થાય તો સજા ભોગવા તૈયાર છું
માફિયાઓ અને ગુંડા તત્વો સાથેની સાઠગાંઠ પાયાવિહોણી
સરકારી ડિપાર્ટમેન્ટ યોગ્ય રીતે તપાસ કરાવે
હિતશત્રુઓ રાજકીય રીતે પછાડી દેવા પદડા પાછળ રમી રહ્યા છે રમત
હું લોકભોગ્ય કામ કરીને પ્રજા પ્રિય બન્યો છું.
લોકોના આશીર્વાદ મારી સાથે છે.
જમીન પચાવી પાડવાના આક્ષેપોને લઈને પાવરિકા કંપની માત્ર સિવિલ કામ જ કરતી હોવાનો દાવો, જમીન સાથે કોઈ લેવાદેવા નહીં
જેટકોના કામ અમારા પરિવારના સભ્યોએ કર્યા જ નથી.
રીલાયન્સ, એસાર કંપનીના કોન્ટ્રાકટ બાબતે કંપનીને ડરવ્યા ધમકાવ્યાની વાત પાયાવિહોણી- રાજ્યમંત્રી હકૂભા
મારો ભાઈ બે દાયકાથી બિલ્ડીંગ મટિરિયલ સપ્લાયનો ધંધો કરે છે, ઈંટોના ભઠ્ઠા નથી
હું અને મારો પરિવાર કોલસાના ધંધા સાથે જોડાયેલા નથી. – રાજ્યમંત્રી હકૂભા
ઘડી, કેઇર્ન ઈન્ડિયા, ટાટા કંપનીઓમાં અમારા પરિવારની કંપનીએ કામ જ કર્યા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here