જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઓખા મંડળમાં સમાજને બરબાદ કરતા ચરસ પ્રકરણને એસઓજી પોલીસે ઉઘાડું પાડ્યું છે. પોલીસે બે સ્થાનિક આરોપીઓની દસ લાખના ચારસના જથ્થા સાથે અટકાયત કરી છે.
માલ હે ક્યાં ? મુદ્દે હાલ મુંબઈનું બોલીવુડ સીબીઆઈના સકંજામાં છે ત્યારે ડ્રગ્સનો કાળો કારોબાર છેક ઓખા સુધી વિસ્તર્યો હોવાનું સામે આવ્યુ છે. દેવભૂમિ દ્વારકા જીલ્લા એસઓજીને મળેલ ગુપ્ત માહિતીને લઈને છેલ્લા પખવાડિયાથી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે જેમાં ગઈ કાલે રાત્રે મોટી સફળતા મળી હતી. ઓખા મંડળના મીઠાપુર નજીક મોજપ ગામે એસ ઓ જી પોલીસે દરોડો પાડી બે સખ્સોને દબોચી લીધા છે. પોલીસે બંને સખ્સોના કબજામાંથી રૂપિયા ૧૦,૦૯,૮૦૦ની કિમતનો 6 કિલો 736 ગ્રામનું ચરસ પકડી પાડી કબજે કર્યું છે. પોલીસે બંને સખ્સોની વિધિવત ધરપકડ કરી મીઠાપુર પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી તપાસ હાથ ધરી છે. આ નેટવર્ક ક્યાં થી ? કોના દ્વારા ચાલે છે ? તેમજ આટલો મોટો જથ્થો ક્યાંથી લઇ આવવામાં આવ્યો છે ? કેટલા.સમય થી આં ચાલુ છે? સહિતની બાબતોની કડીઓ મેળવવા પોલીસે આશાભા ગગાભા સાજાભા હાથલ અને અબ્બાસ ભીખનભાઈ ખરાઈ નામના સખ્સની પ્રાથમિક પૂછપરછ કરી હતી જેમાં વાછું ગામના પત્રામલભા હરિયાભા નાયાણીની સંડોવણી બહાર આવી છે. પોલીસે આ સખ્સને ફરાર દર્સાવી પકડાયેલ બંને સખ્સની વિધિવત પૂછપરછ કરવા માટે કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડ મેળવવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.