જામનગર : ગીર સોમનાથની ઘટના યાદ છે ને ? અમુક તત્વોએ જે દલિત યુવાનોને બેફામ માર માર્યો હતો અને પછી સમગ્ર ઘટના દેશમાં એક રાજકીય મુદ્દો બની ગઈ હતી. આવી જ એક ઘટના સામે આવી છે છોટા ઉદેપુર જીલ્લામાંથી, જ્યાં એક યુવાનને અર્ધ નગ્ન કરી કાર સાથે બાંધી દેવામાં આવે છે પછી એક સખ્સ આ યુવાનને બેફામ માર મારતો નજરે પડે છે. આ ઘટનાનો વિડીઓ વાયરલ થયો છે ત્યારે વધુ એક વખત આ ઘટના ચર્ચાસ્પદ બને તેવા સંજોગો સર્જાયા છે.
ફરી વખત રાજય દેશભરમાં છવાઈ જાય તેવી ઘટના સામે આવી છે. છોટાઉદેપુર જીલ્લાના બોડેલી તાલુકા નજીક જાહેર રોડ વચ્ચે એક યુવકને જાહેરમાં બાંધીને માર માર્યો હોવાનો બનાવ અને અ આ બનાવનો વિડીઓ વાયરલ થયો છે. બોડેલી તાલુકાના ફાટા ગામ નજીક આ ઘટના ઘટી હોવાનું સામે આવી રહ્યું છે. એક યુવાનને અમુક સખ્સો કાર સાથે બાંધતા પૂર્વે અર્ધ નગ્ન કરે અને પછી એક યુવાન બેફામ માર મારે છે. આજુ બાજુમાં લોકો ટોળે વળેલા દેખાઈ રહ્યા છે. એ સખ્સ યુવાનને થાક્યો નહી ત્યાં સુધી માર મારતો નજરે પડે છે.
જો કે બનાવ કઈ રીતે બન્યો છે તેનો કોઈ ચોક્કસ તાગ મળ્યો નથી. પરંતુ ચર્ચાઓ મુજબ ભોગગ્રસ્ત યુવાનના કોઈ મહિલા સાથેના અનૈતિક સબન્ધ કારણભૂત ગણાવાઈ રહ્યા છે. પોલીસ પાસે પણ આ વિડીઓ પહોચ્યો છે અને તપાસનો ધમધમાટ શરુ થયો છે. આ બનાવે જીલ્લાભરમાં ભારે ચકચાર જગાવી છે. યુવાનનું નામ પ્રવીણ રાઠવા છે અને તે ઉચાપન ગામનો હોવાનું જાણવા મળ્યું છે. જયારે માર મારનાર યુવાનની ઓળખ મળી નથી
શર્મશાર : છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં એક યુવાનને અર્ધ નગ્ન કરી..કાર સાથે બાંધી બેફામ માર મારવામાં આવ્યો..વિડીઓ જોવા માટે નીચેની લીંક પર ક્લિક કરો..અમારી યુ ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો….અને બેલ આઇકન દબાવો…..વિડીઓ શેર કરો…આ રહી લીંક…