જામનગર : જામનગર જીલ્લામાં અમુક તાલુકાઓમાં ભારે વરસાદના કારણે લીલા દુષ્કાળ જેવી સ્થિતિ નિર્માણ પામી છે. ત્યારે કાવડ પંથકના ધારાસભ્ય પ્રવીણ મુસડીયા આજે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોના આશુ લુછવા ગયા હતા પરંતુ ખેડૂતોએ એમએલએ પર પ્રશ્નોની જળી વરસાવી ભીસમાં મુકી દીધા હતા.
જામનગર જીલ્લાના કાલાવડ વિધાનસભા બેઠકના ધારાસભ્ય પ્રવીણ મુસડીયા આજે પોતાના મત વિસ્તારના ગામડાઓની મુલાકાતે ગયા હતા. અતિવૃષ્ટિના કારણે અનેક ગામડાઓનો પાક બરબાદ થઇ ગયો છે. પાણી લાગી જતા લીલા પાકના મુળિયા સળી ગયા છે જેના કારણે ખરીફ પાક સદંતર નિષ્ફળ ગયો છે. આવા વાતાવરણમાં ધારાસભ્ય પર ખેડૂતોનો રોષ વર્ષી પડે તે સ્વાભાવિક છે. શું કહે છે ખેડૂતો અને તેની સામે ધારાસભ્યએ શું જવાબ આપ્યો સાંભળો…..
જુઓ વિડીઓ…….આ લીંક પર ક્લિક કરો….અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા…..
જામનગર : કૃષિ મંત્રીના ગામના ખેડૂતોએ કોંગ્રેસના ધારાસભ્યને ભીસમાં લીધા
જુઓ શું કહે છે ખેડૂતો….